નવી દિલ્લી: ભારતમાં સતત વધતા ભાવના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત ચર્ચામાં છે.  જ્યારે પણ ભારતમાં ઈંધણના ભાવમાં વધારો થાય છે ત્યારે તે દેશોનો ઉલ્લેખ થાય છે જ્યાં પેટ્રોલનો ભાવ ઘણો ઓછો છે.  તે દેશોમાં દુબઈનું નામ પણ છે. દુબઈમાં પેટ્રોલ 50થી 60 રૂપિયામાં એક લિટર મળે છે.લક્ઝરી લાઈફ માટે જાણીતા દુબઈમાં પેટ્રોલના ભાવ  ઘણા ઓછા છે. પરંતું શું તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે અહીંયા પેટ્રોલના ભાવ ઘણા ઓછા છે. પરંતુ રોજિંદા ઉપયોગમાં આવતા સામાનનો શું ભાવ છે. એવામાં અમે તમને બતાવીશું કે અહીંયા પેટ્રોલનો ભાવ શું છે અને રોજિંદી વસ્તુઓના ભાવ શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ સિવાય શું છે સ્થિતિ:
અહીંયા માત્ર પેટ્રોલ જ સસ્તું છે. દુબઈ દિલ્લી કરતાં 128 ગણું મોઘું છે. જો કોઈ અહીંયા રેન્ટ પર રહેવા ઈચ્છે છે તો ચાર લોકોના પરિવાર માટે મહિનાના બે-અઢી લાખ રૂપિયા ખર્ચ કરવો પડે છે. જ્યારે સિંગલ માણસને રેન્ટ વિના 70,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. જ્યારે ભાડાની વાત કરીએ તો દુબઈમાં દિલ્લી કરતાં ઘણું મોઘું ભાડું છે, જે 400 ટકા સુધી વધારે છે.


પ્રવાસનના હિસાબથી કેટલું મોઘું:
જો તમે અહીંયા ફરવા ગયા હોય તો સારી રેસ્ટોરાંમાં એક મિલ (ભોજન) માટે 35 દિરહામ એટલે 708 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.  જ્યારે મિડ રેન્જ રેસ્ટોરાંમાં ઓછા પૈસા ખર્ચ કરવા પડશે. તે સિવાય બીયર માટે 46 દિરહામ, ડોમેસ્ટિક બીયર માટે 45 દિરહામ, કોક-પેપી માટે 4 દિરહામ. પાણીની બોટલ માટે 1.61 દિરહામ ખર્ચ કરવા પડશે. દુબઈના એક દિરહામ એટલે ભારતના 20 રૂપિયા થાય છે. તેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે તમારો ખર્ચ કેટલો થશે.


રોજિંદી ચીજ-વસ્તુઓનો સામાન કેટલો મોંઘો:
દૂધ - 5.87 દિરહામ ( 117 રૂપિયા)
એક કિલો ચોખા - 7.06 દિરહામ ( 141 રૂપિયા)
12 ઈંડા - 9.25 દિરહામ (185 રૂપિયા)
એક કિલો લોકલ ચીઝ - 32.24 દિરહામ ( 644 રૂપિયા)
એક કિલો સફરજન- 7.78 દિરહામ (155 રૂપિયા)
એક કિલો સંતરા - 6.04 દિરહામ ( 121 રૂપિયા)
એક કિલો કેળાં - 5.98 દિરહામ ( 119 રૂપિયા)
એક કિલો ટામેટાં - 4.88 દિરહામ (97 રૂપિયા)
એક કિલો બટાકા - 3.65 દિરહામ (73 રૂપિયા)
એક કિલો ડુંગળી - 3.10 દિરહામ (62 રૂપિયા)
દોઢ લીટર પાણીની બોટલ - 2.09 દિરહામ (42 રૂપિયા)
વાઈનની બોટલ (મિડ રેન્જ) - 50.00 દિરહામ (1000 રૂપિયા)
20 પેકનું સિગારેટ પેકેટ - 22.00 દિરહામ (440 રૂપિયા)