દુબઈ સરકારના 15 વિભાગોના કર્મચારીઓને 12 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી ઓફિસમાં ફક્ત ચાર દિવસ જ કામ કરવાનું રહેશે. આ એક પાયલોટ પ્રોજેક્ટ છે જેને દુબઈ સરકારની માનવ સંસાધન વિભાગ તરફથી શરૂ કરાયો છે. તેને Our Summer is Flexible’ નામ અપાયું છે. ટ્રાયલ પીરિયડ દરમિયાન વર્કિંગ અવર્સ સાત કલાક હશે અને શુક્રવારે રજા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવિધ સરકારી સંસ્થાઓની જરૂરીયાતો પૂરી કરવા, કર્મચારીઓના પરફોર્મન્સની સાથે સાથે તેમના જીવનની ગુણવત્તા વધારવા માટે આ થઈ રહ્યું છે. આ સાથે જ એક કામકાજ માટે લચીલા વાતાવરણને પ્રોત્સાહન આપવાનું છે. સ્ટેટ ન્યૂઝ  એજન્સી વામના રિપોર્ટ મુજબ કર્મચારીઓને ગરમીમાં કામના કલાકો અંગે સર્વેમાં ભાગ લેવા કહેવાયું હતું. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઓફિસ ટાઈમમાં કાપના પ્રસ્તાવોને ભારે સમર્થન મળ્યું. 


યુકેમાં થઈ હતી મોટી ટ્રાયલ
અઠવાડિયામાં 4 દિવસ કામ અંગે સૌથી મોટી ટ્રાયલ 2022માં બ્રિટને શરૂ કરી હતી. ત્યારબાદ તેમાં સામેલ 61 કંપનીઓમાં મોટાભાગની કંપનીઓએ નીતિ ચાલુ રાખવાની વાત કરી. જ્યારે એક તૃતિયાંશે કહ્યું કે તેમણે સ્થાયી રીતે નવું મોડલ અપનાવ્યું છે. 


પરિણામ ખુબ સકારાત્મક રહ્યાં કારણ કે 2900 કર્મચારીઓમાથી કોઈ પણ પાંચ દિવસના વર્કિંગ વીકમાં પાછા ફરવા માંગતા નહતા. તમામ ભાગ લેનારી કંપનીઓએ તણાવના સ્તરમાં ઘટાડો અને કર્મચારીઓના સ્વાસ્થ્યમાં સુધારો રેકોર્ડ કર્યો. બુધવારે (7 ઓગસ્ટ) કરાયેલી આ જાહેરાત દુબઈના ઉપરાષ્ટ્રપતિ અને શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશનો ભાગ છે જેનો હેતુ દુબઈને રહેવા માટે દુનિયાનું સૌથી સારું શહેર બનાવવાનો છે. 


શું ઈચ્છે છે દુબઈના ક્રાઉન પ્રિન્સ
આ અગાઉ મે મહિનામાં દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદે જીવનની ગુણવત્તા રણનીતિને મંજૂરી આપી હતી. જેમાં દરિયા  કિનારાઓ પર સાઈકલ ચલાવવા માટે ટ્રેકની લંબાઈ 300 ટકા વધારવી, રાતે સ્વિમિંગ માટે દરિયા કિનારાઓની લંબાઈ 60 ટકા વધારવી અને મહિલાઓ માટે નવા બીચો સિલેક્ટ કરવા સામેલ છે. 


દુબઈના માનવ  સંસાધન વિભાગના પ્રમુખ અબ્દુલ્લા અલ ફલાસીએ જણાવ્યું કે પાયલોટ પ્રોગ્રામનો હેતુ કર્મચારીઓ માટે સારું કાર્ય-જીવન સંતુલન બનાવવું, સરકારી કામોને સુવ્યવસ્થિત કરવા, રહીશો અને પ્રોફેશનલ બંને માટે ટોપ ડેસ્ટિનેશન તરીકે દુબઈની લોકપ્રિયતાને મજબૂત કરવાનો છે.