Dubai ના રાજકુમારીએ પુત્રીને આપ્યો જન્મ, નામ રાખ્યું `હિન્દ`, શેર કર્યો સુંદર Photo
Dubai Princess: દુબઈના રાજકુમારી શેખા લતીફા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમે એક વ્હાલી પુત્રીને જન્મ આપ્યો છે. દુબઈ સંસ્કૃતિ અને કળા પ્રાધિકરણના અધ્યક્ષે સોમવારે પોતાની નવજાત પુત્રીની પહેલી તસવીર દુનિયા સાથે શેર કરી છે.
Dubai Princess: દુબઈના રાજકુમારી શેખા લતીફા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમે એક વ્હાલી પુત્રીને જન્મ આપ્યો છે. દુબઈ સંસ્કૃતિ અને કળા પ્રાધિકરણના અધ્યક્ષે સોમવારે પોતાની નવજાત પુત્રીની પહેલી તસવીર દુનિયા સાથે શેર કરી છે. ગત મહિને જન્મેલી પુત્રીનું નામ હિન્દ બિંત ફૈસલ રાખવામાં આવ્યું છે. શેખા લતીફાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ શેખ ફૈસલ બિન સઉદ બિન ખાલિદ અલ કાસિમી સાથે નવજાત પુત્રીની તસવીર શેર કરી.
તસવીરમાં બાળકી હિન્દને તેમના પિતાએ ગોદમાં ઉઠાવી છે અને તેઓ તેના ચહેરાને ચૂમી રહ્યા છે. બાળકીને હળવા, હળવા ગુલાબી રંગના કંબલમાં લપેટેલી છે અને તે મેચિંગ ટોપી પહેરેલી જોવા મળી રહી છે. તેમની પાછળની દીવાલને સુંદર ફૂલોથી સજાવેલી છે. મોટાભાગના ગુલાબી ગુલાબ જોવા મળી રહ્યા છે.
રાજકુમારીએ પોસ્ટ કરેલી તસવીરની કેપ્શનમાં પોતાની પુત્રીને (તેમની) આત્માનો ટુકડો અને (તેમના) દિલનો હિસ્સો પણ ગણાવ્યો.
2016માં થયા હતા લગ્ન
શેખા લતીફાએ 2016માં શેખ ફૈસલ બિન સાઉદ બિન ખાલિદ અલ કાસિમી સાથે લગ્ન કર્યા હતા. દંપત્તિનું પહેલું બાળક એક પુત્ર જુલાઈ 2018માં પેદા થયો હતો. તેમનો બીજો બાળક એ પુત્રી ઓક્ટોબર 2020માં પેદા થઈ હતી.
દુબઈના શાસકના પુત્રી છે શેખા
શેખા લતીફા દુબઈના શાસક, ઉપ રાષ્ટ્રપતિ પ્રાઈમ મિનિસ્ટર મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમના પુત્રી છે. તેમનો જન્મ 16 જૂન 1983ના રોજ થયો હતો. તેણે જાયદ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કાર્યકારી માસ્ટર્સ ઓનર્સ સાથે સ્નાતક અને બેચલર ઓફ બિઝનેસ સાયન્સ ઈન માર્કેટિંગ કરેલું છે.
શેખા લતીફાએ દુબઈ સંસ્કૃતિ અને કળા પ્રાધિકરણ સાથે સરકારી ક્ષેત્રમાં પોતાની કરિયરની શરૂઆતથી જ કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. શેખા લતીફા દુબઈ સરકારમાં સાંસ્કૃતિક અને કળા ક્ષેત્રમાં અનેક ભૂમિકાઓ અને જવાબદારીઓ નિભાવે છે. 2008માં પ્રાધિકરણમાં સામેલ થયા બાદથી તેમાં અનેક પદો પર રહ્યા બાદ 5 સપ્ટેમ્બર 2019ના રોજ તેમને દુબઈ સંસ્કૃતિ અને કળા પ્રાધિકરણના અધ્યક્ષ નિયુક્ત કરાયા.