પેરિસ: બ્યુટી પ્રોડક્ટ્સ બનાવનારી કંપની લોરિયલ પેરિસ આ વખતે પોતાના મોડલના ચહેરાને લઈને ચર્ચામાં છે. કંપનીએ આ વખતે ડકી થોટની પસંદગી કરી છે. આ મોડલ પોતાના ત્વચાના કલરને લઈને ખુબ ચર્ચામાં છે. સામાન્ય રીતે લોરિયલ કંપની ગોરી ચીટ્ટી મોડલોને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. પરંતુ ડકી થોટ આ મામલે એકદમ અલગ છે. તે ફેંટી બ્યુટી સ્ક્વોડની સભ્ય છે. આ અગાઉ અનેક ફેશન શોમાં તે રેમ્પ વોક કરી ચૂકી છે. પરંતુ તેની ચર્ચા હવે શરૂ થઈ છે. 22 વર્ષની આ મોડલે લોરિયલ પેરિસ સાથે મોટી ડીલ સાઈન કરી છે. હવે તે કંપનીની ગ્લોબલ એમ્બેસેડર બનશે. જો કે ડીલ કેટલાની થઈ છે તે  અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઈન્ટરવ્યુમાં થોટે કહ્યું કે આ બ્રાન્ડનો ભાગ બનવા બદલ હું ખુબ ભાગ્યશાળી મહેસૂસ કરું છું. હવે હું એ છોકરીઓની મદદ કરવા ઈચ્છુ છું જે પોતાના ડાર્ક કલરને પ્રેમ કરે છે. હું યુવતીઓને કહેવા માંગુ છું કે મોટા સપના જુઓ, મહેનત કરો અને પોતાના પર ભરોસો રાખો. ત્યારબાદ એક દિવસ આવશે, જ્યારે તમે નંબર 1 બ્રાન્ડનો ચહેરો બનશો. 



થોડ હવે 30 સપ્ટેમ્બરના રોજ પેરિસમાં થનારા ફેશનવીકમાં પહેલીવાર આ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરશે. થોડની પસંદગી પર કંપનીએ કહ્યું કે જ્યારે પણ નવા ચહેરાની વાત આવે છે ત્યારે સૌથી પહેલો ચહેરો ડકી થોટનો સામે આવે છે. તેને ખબર છે કે પોતાના અવાજને તસવીર સાથે કેવી રીતે મિલાવવાનો છે. તેની એનર્જી અને તેનો સમાવેશી ચહેરો લોરિયલ ફેમિલી માટે બિલકુલ સટીક છે. અમને આશા છે કે તે મહિલાઓને પોતાની સુંદરતા માટે પ્રેરિત કરશે. 



ડકી થોટ મૂળ સૂડાનની છે. તેના માતા પિતા યુદ્ધગ્રસ્ત આ દેશથી જ્યારે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા તો ત્યાં તેનો જન્મ થયો હતો. તેનું આખુ નામ ન્યાદક થોડ છે. પરંતુ તેનું નામ તેના ટીચરો બોલી શકતા નહતા આથી તેના સાથીઓએ તેને ડકી થોટ કહેવાનું શરૂ કરી દીધુ. તે છ ભાઈ બહેન છે. 


15 વર્ષની ઉંમરમાં તેણે મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. 2013માં તે ઓસ્ટ્રેલિયા નેક્સ્ટ ટોપ મોડલની સીઝનમાં સામેલ થઈ અને ત્રીજા નંબરે રહી. ત્યારબાદ તે અમેરિકા ગઈ અને તેની મોડલિંગ કેરિયર શરૂ થઈ ગઈ.