નવી દિલ્હી: અજીબીગરીબ ઘટનાઓ સાંભળીને આપણને કદાચ વિશ્વાસ થતો નથી. આવી જ એક ઘટના બાઝીલમાં સામે આવી છે. એક શખસ ડોક્ટરની પાસે પેટમાં દુખાવાની ફરિયાદ લઈને પહોંચ્યો. પરંતુ ડોક્ટરોએ જ્યારે તેની તપાસ કરી તો ચોંકી ઉઠ્યા. ખરેખર, માણસના ગુદામાર્ગમાં એક ડમ્બેલ ફસાઈ ગયું હતું. એક્સ-રે રિપોર્ટમાં આ વાત સામે આવી છે. પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી ડમ્બેલનું વજન લગભગ 2 કિલો હતું. સાંભળીને ઝાટકો લાગ્યોને... પણ આ ઘટના હકીકત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બ્રાઝીલની છે. એક અંગ્રેજી વેબસાઈટના મતે, 54 વર્ષના એક શખસ Manaus સ્થિત એક હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં પરેશાની સાંભળ્યા બાદ ડોક્ટરોએ તેનો એક્સ-રે કરાવ્યો. પરંતુ એક્સ-રેમાં જે વાત સામે આવી તેણે સાંભળીને ડોક્ટરો પણ અક્કા બક્કા થઈ ગયા. શખ્સના પ્રાઈવેટ પાર્ટમાં 20 સેમી લાંબો ડંબલ ફસાયેલો હતો, જે 2 કિલોગ્રામનો હતો.


ડંબલને શખ્સના શરીરમાંથી બહાર કઢાયું
રિપોર્ટ અનુસાર પહેલા તો વ્યક્તિએ પોતે પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી ડંબેલને કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ જ્યારે તે તેમાં સફળ ન થયો તો તે ભાગીને બે દિવસ પછી ડોક્ટર્સ પાસે પહોંચ્યો. ત્યાં સુધીમાં તેની દર્દના કારણે ખુબ જ વિકટ સ્થિતિ થઈ ગઈ હતી.


ડોક્ટરોની એક ટીમે મેનુઅલી આ ડંબલને શખ્સના શરીરમાંથી બહાર કાઢ્યો. તેમણે જણાવ્યું કે સેક્સુઅલી પ્લેઝરના ચક્કરમાં શખ્સની આ હાલત થઈ છે. જોકે, ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ થયા પછી વ્યક્તિ સ્વસ્થ થઈ ગયો છે.


ગત અઠવાડિયે International Journal of Surgery Case Reports માં તેને લઈને એક ડિટેલ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો. જેમાં જણાવાયું છે કે જો સમય પહેલા શખસની બોડીમાંથી ડંબલને કાઢવામાં આવ્યું ન હોત તો મુશ્કેલી વધી શકતી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube