94th Academy Awards લોસ એન્જલસ: સિનેમાની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા પુરસ્કાર ઓસ્કાર એવોર્ડ્સ 2022ની જાહેરાત થઈ ગઈ છે. 94માં એકેડેમી એવોર્ડનું આયોજન આ વર્ષે 2022માં આજે સવારે 5 વાગે (ભારતીય સમય મુજબ) લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં થયું છે. જ્યાં વિભિન્ન ફિલ્મ સમારોહમાં ચર્ચિત બનેલી ફિલ્મ દૂન (Dune) એ મોટી સફળતા મેળવી છે. ડેનિસ વિલેન્યૂવે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ઓસ્કારમાં અત્યાર સુધીમાં 6 કેટેગરીમાં પુરસ્કાર જીતીને બાજી મારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CODA એ જીત્યો બેસ્ટ પિક્ચરનો એવોર્ડ
લેડી ગાગાએ ઓસ્કાર ઈવેન્ટનો ફાઈનલ એવોર્ડ આપ્યો. આ વર્ષે બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં CODA એ એવોર્ડ જીત્યો. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube