નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનારા નુપુર શર્માના બચાવમાં આવેલા ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સે હવે ભારતના પેટછૂટા વખાણ કરી નાખ્યા છે. વિલ્ડર્સે અગાઉ નુપુર શર્માનું ખુલીને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ખુબ હાસ્યાસ્પદ છે કે અરબ અને ઈસ્લામિક દેશ ભારતીય નેતા નુપુર શર્માના પયગંબર પર સત્ય જણાવવા પર ભડક્યા છે. તેમણે એમ પણ સવાલ કર્યો હતો કે ભારત માફી શાં માટે માંગે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે કરી આ ટ્વીટ
આ વખતે હવે નેધરલેન્ડના આ સાંસદે ફરીથી એક ટ્વીટ કરીને તરખાટ મચાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'મને ભારત પ્રત્યે પ્રેમ છે. જે દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર છે.' તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ દેશે આર્થિક કારણો માટે પોતાની સ્વતંત્રતા ગુમાવવી જોઈએ નહીં. 


મોબાઈલ યૂઝર્સ સાવધાન...તમારી આ એક ભૂલ તમને ભારે પડી શકે છે, ઉંમર ઘટી જશે!


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube