નવી દિલ્હી: આપણા દેશમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવાની વાત થતી રહે છે પરંતુ તેનો અમલ કરવા માટે કોઈ તૈયાર થતુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેકવાર લોકોને અપીલ કરી ચૂક્યા છે કે લોકો વીઆઈપી કલ્ચર ખતમ કરે. જો કે આ દેશના વડાપ્રધાનનો એક વીડિયો સામે આવ્યો છે કે તમે પણ પોકારી ઉઠશો કે રાજકીય નેતા તો આવા જ હોવા જોઈએ.  નેધરલેન્ડ (હોલેન્ડ)ના વડાપ્રધાન માર્ક રૂટનો એક વીડિયો સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વડાપ્રધાન માર્ક રૂટ ખુબ શાલીન અને સરળ સ્વભાવના છે. વાત જાણે એમ હતી કે તેઓ કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે બિલ્ડિંગમાં જઈ રહ્યાં હતાં તે વખતે તેમના હાથમાં કોફી હતી. ઉતાવળમાં તેમના હાથમાંથી કોફીનો કપ પડી જાય છે અને જમીન પર કોફી ઢોળાઈ જાય છે. ત્યાં જ સફાઈકર્મી પહોંચે છે.



પીએમ માર્ક રૂટ સફાઈકર્મીના હાથમાંથી વાઈપર અને પોતું લઈ લેક છે અને પોતાની જાતે જ સફાઈ કરવા લાગે છે. તેમની આ સહજતા જોઈને બાકીના સફાઈકર્મીઓ પણ ત્યાં પહોંચે છે અને તાળીઓ વગાડીને પીએમની આ પહેલને બિરદાવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો પીએમ માર્ક રૂટની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે.



અત્રે જણાવવાનું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખુબ જ સૌમ્ય અને વિનમ્ર ગણાય છે. અનેક અવસરો પર તેઓ પોતે ઝાડૂ લગાવતા જોવા મળ્યાં છે.