મનીલા: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ચીનને ચેતવણી આપી છે કે જો ચીન દક્ષિણ ચીન સાગરમાં મનીલાના કબ્જાવાળા ટાપુ પર હસ્તક્ષેપ કરશે તો તેઓ પોતાના સૈનિકોને 'આત્મઘાતી મિશન' પર મોકલશે. સીએનએનના રિપોર્ટ મુજબ સ્પ્રેટલી ટાપુ સમૂહમાં મનીલના થિટુ ટાપુની આજુબાજુ હાલ કેટલાક મહિનાઓમાં લગભગ 275 ચીની બોટ અને જહાજ જોવા મળ્યા બાદ ફિલિપાઈન્સની સરકારના દાવા પછી દુતેર્તેએ પલાવાનમાં પ્યુટરે પ્રિન્સેસા શહેરમાં એક રેલી દરમિયાન આ ચેતવણી ઉચ્ચારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી


થિટુ માટે ફિલિપીની શબ્દ પેગાસાનો ઉપયોગ કરતા દુતેર્તેએ કહ્યું કે "ચલો આપણે મિત્ર બનીએ પરંતુ પૈગાસા અને બાકીના ટાપુઓને સ્પર્શ કરવાનો પ્રયત્ન ન કરો. તેમણે કહ્યું કે જો તમે ત્યાં કઈં પણ એવું કરશો તો એક અલગ કહાની હશે. હું મારા જવાનોને કહીશ કે 'આત્મઘાતી મિશન'ની તૈયારી કરે."


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...