Earth Day 2022: આટલી વસ્તુઓથી થઈ રહ્યો છે ધરતીને ખતરો, આવનારી મુસીબતો વિશે જાણો
Earth Day Facts: આ વર્ષે ‘અર્થ ડે પર આપણે પર્યાવરણને બચાવવાની શપથ લેવી પડશે, નહીં તો ધીમે ધીમે એવી સ્થિતિમાં પહોંચી જઈશું જ્યાં તાજી હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની જશે. એવી ઘણી વસ્તુઓ છે જેનાથી ધરતીને સતત નુકસાન થઈ રહ્યુ છે.
નવી દિલ્લીઃ વર્ષે ‘અર્થ ડે પર આપણે પર્યાવરણને બચાવવાની શપથ લેવી પડશે, નહીં તો ધીમે ધીમે એવી સ્થિતિમાં પહોંચી જઈશું જ્યાં તાજી હવામાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની જશે. એવી ઘણી વસ્તુઓ છે જેનાથી ધરતીને સતત નુકસાન થઈ રહ્યુ છે.
દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે મનાવવામાં આવે છે, આનો હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. આપણી ધણી એક્ટિવિટીના કારણે ધરતીને સતત નુકસાન થઈ રહ્યુ છે. જેના વિશે એલર્ટ થવાની જરૂર છે. નહીં તો ભવિષ્યમાં આપણા ગ્રહનો વિનાશ થવાનું નક્કી છે. આજના દિવસે તમને એવા 5 ચોંકાવનારા ફેક્ટ્સ વિશે ચર્ચા કરીશુ જેના કારણે પર્યાવરણ અંગેની ચિંતા વધુ વધી જાય. ધરતી પર કેમ મંડરાઈ રહ્યો છે ખતરો? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે કેટલાંક મુદ્દાઓ વિગતે સમજવા પડશે. જેની અહીં છણાવટ કરવામાં આવી છે.
ફેશન ઈન્ડસ્ટ્રીથી નીકળે છે ભરપૂર કચરો:
ગ્લોબલ ફેશન એજન્ડા અને મેનેજમેન્ટ ફર્મ ‘મૈકિંસી એન્ડ કંપની’ના જણાવ્યા મુજબ વર્ષ 2018માં ફેશન ઈન્ડસ્ટ્રી 2.1 બિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઉસ ગેસના ઈમિશન માટે જવાબદાર હતી. જે ગ્લોબલ આંકડાનો ચોથો ટકા હિસ્સો છે. સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે, મેટેરિયલ પ્રોડક્શન અને પ્રોસેસિંગનાં કારણે આવુ બને છે. અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, વર્ષ 2030 સુધીમાં આ આંકડો 2.7 બિલિયન ટન સુધી પહોંચી જશે.
ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રી પણ છે જવાબદાર:
વર્ષ 2021માં પાયેલા યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં 931 મિલિયન ટન ફૂડ સાથે સંકળાયેસો કચરો ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે પ્રદૂષણ માટે ફૂડ સર્વિસ ઈન્ડસ્ટ્રી 26 ટકા જવાબદાર હતી.
ધરતીના ઓવરઓલ ટેમ્પ્રેચરમાં વધારો:
ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓફ ક્લાઈમેટ ચેન્જના મુજબ છેલ્લા 4 દાયકામાં ધરતીના તાપમાનમાં પહેલાની સરખામણીમાં તાપમાન વધારે ગરમ હોવાનું આંકવામાં આવ્યું. ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર પણ સતત પીગળી રહ્યા છે. જેનુ પરિણામ એ આવશે કે, ભવિષ્યમાં ઘણા આઈલેન્ડ અને સમુદ્ર કિનારે વસેલા શહેરો જલમગ્ન થઈ જશે.
CO2નું લેવલ ટોપ પર પહોંચ્યુ:
કોરોના વાયરસ મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનાં કારણે ભલે બે વર્ષમાં કાર્બનડાયોક્સાઈડ(CO2)નું ઉત્સર્જન ઓછુ થયુ હોય પરંતુ આ વર્ષે કાર્બનનું કન્સન્સટ્રેશન ટોપ પર પહોંચી ગયુ. આવી સ્થિતિ છેલ્લા 8,00,000 વર્ષોમાં ક્યારેય નથી સર્જાઈ. આ વાતની પુષ્ટિ 31માં વાર્ષિક અમેરિકન મેટ્રોલોજિકલ સોસાયટીના રિપોર્ટમાં જણાવવામાં આવી છે.
પ્લાસ્ટિક વેસ્ટથી ચિંતા વધી:
યુનાઈટેડ નેશન એન્વાયરનમેન્ટલ પ્રોગ્રામ મુજબ દુનિયાભરના પ્લાસ્ટિક વેસ્ટનું વજન માનવ વસ્તીને ભારોભાર પહોંચી ચૂક્યુ છે. જે ખતરાની નિશાની છે. એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, વાર્ષિક 2050 સુધી પ્લાસ્ટિકનું પ્રોડક્શન 34 બિલિયન ટનની નજીક પહોંચી જશે.