લંડનઃ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, 2014થી 20123 સુધીનો દાયકા 150 વર્ષમાં સૌથી વધુ ગરમ રહી શકે છે. સાથે જ આવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આગામી પાંચ વર્ષ માટે પૃથ્વીની સપાટીનું વૈશ્વિક તાપમાન ઔદ્યોગિકરણથી પહેલાનાં તાપમાનનાં સ્તરથી એક ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનના હવામાન વિભાગ તરફથી વિવિધ સ્રોત દ્વારા એક્ઠા કરેલા આંકડાઓના આધારે આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2018 માટે અસ્થાયી આંકડાનું તાજેતરનું પ્રકાશન પણ સામેલ છે. વર્ષિક વૈશ્વિક સરેરાશ તાપમાનના રેકોર્ડ વર્ષ 1850ના સમયથી ઉપલબ્ધ છે. 


બ્રિટનનના હવામાન વિભાગના લાંબાગાળાના અનુમાનના પ્રમુખ એમડ સ્કેફએ જણાવ્યું કે, "2015 પ્રથમ વર્ષ હતું જ્યારે વૈશ્વિક વાર્ષિક સરેરાશ તાપમાન ઔદ્યોગીકીકરણથી અગાઉના તાપમાનના સ્તર કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ ગયું હતું. ત્યાર પછીના ત્રણ વર્ષનું તાપમાન આ જ સ્તરની આસપાસ રહ્યું હતું."


IMFએ ઉચ્ચારી ચેતવણી: વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયા છે મંદીના વાદળ


સ્કેફે જણાવ્યું કે, વૈશ્વિક સરેરાશ તાપમાન અત્યારથી માંડીને 2023 વચ્ચે વધતા રહેવાનું અનુમાન છે, જે સંભવતઃ 2014ના આ દાયકાને 150 વર્ષના રેકોર્ડમાં સૌથી ગરમ દાયકો બનાવી શકે છે.


ગયા વર્ષને પણ વિશ્વમાં 'ચોથું સૌથી ગરમ વર્ષ' નોંધવામાં આવ્યું હતું. આ અગાઉ 2015, 2016 અને 2017, 169 વર્ષના રેકોર્ડમાં ત્રણ સૌથી વધુ ગરમ વર્ષ રહ્યા છે. જળવાયુ પરિવર્તનના પ્રભાવ માત્ર સપાટીના તાપમાન પુરતા જ મર્યાદિત નથી. જળવાયુ તંત્રનું ગરમ થવું, જળવાયુના અનેક સૂચકોમાં પણ જોવા મળે છે, જે જમીન, વાતાવરણ, મહાસાગર કે બરફાચ્છાદિત વિસ્તારોમાં જોવા મળી રહેલા વૈશ્વિક પરિવર્તનોની સાચી તસવીર રજૂ કરે છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...