પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપે મચાવ્યો હડકંપ, ઘણા વિસ્તારોમાં ટેલિફોન સેવા પ્રભાવિત
પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં આવેલા તીવ્ર ભૂકંપમાં 30થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભીષણ તબાહીની જાણકારી મળ્યા બાદ એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે. સોમવાર (26 ફેબ્રુઆરી)એ આવેલા 7.5ની તીવ્રતાવાળા ભૂકંપનું કેંદ્ર પ્રશાંત દ્રિપીય દેશના એંગા પ્રાંતના પોર્જેરાથી લગભગ 90 કિલોમીટર દક્ષિણમાં હતું. ભૂકંપના લીધે ઘણા વિસ્તારોમાં રસ્તા અને ટેલિફોન સેવા પ્રભાવિત થઇ છે. જેના લીધે કેટલું નુકસાન થયું તે અંગે કશું જાણી શકાયું નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના લીધે પાપુઆ ન્યૂ ગિનીને નાણાંકીય ભારે નુકસાન થયું છે.
સિડની: પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં આવેલા તીવ્ર ભૂકંપમાં 30થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભીષણ તબાહીની જાણકારી મળ્યા બાદ એક રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે. સોમવાર (26 ફેબ્રુઆરી)એ આવેલા 7.5ની તીવ્રતાવાળા ભૂકંપનું કેંદ્ર પ્રશાંત દ્રિપીય દેશના એંગા પ્રાંતના પોર્જેરાથી લગભગ 90 કિલોમીટર દક્ષિણમાં હતું. ભૂકંપના લીધે ઘણા વિસ્તારોમાં રસ્તા અને ટેલિફોન સેવા પ્રભાવિત થઇ છે. જેના લીધે કેટલું નુકસાન થયું તે અંગે કશું જાણી શકાયું નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપના લીધે પાપુઆ ન્યૂ ગિનીને નાણાંકીય ભારે નુકસાન થયું છે.
બચાવકાર્યમાં જોડાઇ સેના
સ્થાનિક મીડિયા રિપોર્ટના અનુસાર ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોના હવાઇ સર્વેક્ષણમાં ત્યાંના ઘણા રસ્તા, પુલો અને માળખાકિયા સુવિધાને નુકસાન થયું. ઘણા ઘરોને ભારે નુકસાન થયું છે. ભૂસ્ખલન અને રસ્તા પર તિરાડો પડી જવાને લીધે ક્ષેત્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. રિપોર્ટ્સ અનુસાર પાપુઆ ન્યૂ ગિનીમાં આવેલા ભૂકંપથી 30થી વધુ લોકો મૃત્યું પામ્યા હોવાની આશંકા છે. જો કે બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ફક્ત 14 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે.
ભૂકંપ બાદ ઝટકા અનુભવાયા
અહીં ભૂકંપ બદ બે ઝટકા પણ અનુભવાયા હતા. ટેલિફોન સેવા ઠપ્પ થઇ ગઇ છે. 'પીએનજી પોસ્ટ કોરિયર'એ હેલા પ્રાંતીય વહિવટી વિલિયમ બાંડોના હવાલેથી કહ્યું હતું કે ત્યાંના લોકોના હતાહતના સમાચાર છે. સમાચારપત્રએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દક્ષિણ હાઇલેડ્સની રાજધાની મેંદીમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત નિપજ્યા છે અને નિકટવર્તી કુતુબુ અને બોસાવેમાં અન્ય 18 લોકોના મોતની આશંકા છે.