ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાતે ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના જણાવ્યાં મુજબ સોમવારે રાતે 23:59 વાગે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં ભૂકંપ આવ્યો. તે પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા. 


ગાંસુના સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે અનેક ઈમારતો તૂટી પડી. ચીનના સરકારી રિપોર્ટ મુજબ ગાંસુ અને કિંધઈ પ્રાંતોમાં 6.2 તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 111 લોકો માર્યા ગયા છે. 230થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube