ટોકિયોઃ જાપાનમાં ભૂકંપના મોટા આંચકા આવ્યા છે. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે જાપાનના પૂર્વી સમુદ્ર કિનારા પર આવેલા આ ભૂકંપની તીવ્રતા રેક્ટરના સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. હજુ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અમેરિકી જિઓલોજિકલ સર્વે (United States Geological Survey) એ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમાની પાસે 54 કિલોમીટરની ઉંડાઈમાં હતું. ધ્યાનમાં રહે કે 2011મા જાપાનમાં આવા મોટા ભૂકંપને કારણે સુનામી આવી હતી જેમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા હતા. લોકોને સમુદ્ર કિનારા પર ન જવાની ચેતવણી આપવામાં આવી છે. 


સમાચાર એજન્સી એપીએ જાપાન મોસમ વિજ્ઞાન એજન્સી (Japan Meteorological Agency) ના હવાલાથી જણાવ્યું કે, પૂર્વોત્તર જાપાનના કિનારા પર આવેલા ભૂકંપના આ મોટા આંચકાએ ફુકુશિમા, મિયાગી અને અન્ય ક્ષેત્રને ધ્રુજાવી દીધુ છે. જાપાનની સરકારી ચેનલ એનએચકે ટીવીએ કહ્યુ કે, ફુકુશિમા દાઈ-ઇચિ પરમાણુ સંયંત્રમાં આ ભૂકંપને કારણે કોઈ ખરાબી આવી નથી, તેની તપાસ કરવામાં આવી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube