Earthquake: ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી, અત્યાર સુધીમાં 132 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી
Earthquake in Nepal: નેપાળમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 6.4ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે અનેક ઈમારતો પડી છે. ભૂકંપથી થયેલી તરાજીમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત નિપજ્યા છે. કાટમાળમાં દટાઈ જવાના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
નેપાળમાં શુક્રવારે મોડી રાતે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 6.4ની તીવ્રતાવાળા આ ભૂકંપના કારણે અનેક ઈમારતો પડી છે. ભૂકંપથી થયેલી તરાજીમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત નિપજ્યા છે. કાટમાળમાં દટાઈ જવાના કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓ હાલ સારવાર હેઠળ છે.
એવું કહેવાય છે કે ભૂકંપના કારણે મોટાભાગના મોત રુકુમ પશ્ચિમ અને જાજરકોટમાં થયા છે. મૃતકોની જાણકારી રુકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube