વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ (New Zealand) માં કેરમાડેક દ્વીપની પાસે ભૂકંપ (Earthquake) ના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.1 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા બાદ ન્યૂઝીલેન્ડમાં સુનામી (Tsunami) ની ચેતવણી બહાર પાડવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં ત્રીજીવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. પહેલો ભૂકંપ રાતે લગભગ 2.27 વાગે નોર્થ આઈલેન્ડ વિસ્તારમાં આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2ની હતી. ત્યારબાદ 4 કલાક પછી કેરમાડેક દ્વીપ પાસે 7.4ની તીવ્રતાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. ત્રીજો આંચકો 8.28 વાગે (સ્થાનિક સમય સવારે) 8.1ની તીવ્રતાનો આવ્યો હતો. હાલ જાનમાલની હાનિના કોઈ સમાચાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ઘૂમતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ સૌથી વધુ ટકરાય છે તે ઝોન ફોલ્ટ ઝોન કહેવાય છે. વારંવાર ટકરાવવાના કારણે પ્લેટ્સના ખૂણા વળે છે. જ્યાં સૌથી વધુ દબાણ સર્જાય છે ત્યાં પ્લેટ્સ તૂટવા લાગે છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. ત્યારબાદ ડિસ્ટર્બન્સ વધે છે અને ભૂકંપ આવે છે. 


ક્યારે કેટલી તબાહી લાવે છે ભૂકંપ


રિક્ટર સ્કેલ      અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 


આ સમાચાર પણ વાંચો....


Kashmir પર અમેરિકાએ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન, પાકિસ્તાન પોક મૂકીને રડશે


Myanmar Protest: 19 વર્ષની યુવતીને મ્યાન્મારની સેનાએ માથામાં ગોળી મારી દીધી, ખિસ્સામાં નીકળેલા પત્રથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube