Earthquake in Newzeland: ન્યૂઝીલેન્ડમાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતા, ચેતવણી અપાઈ
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે 6.11 વાગે ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર 7.3ની તીવ્રતાથી આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની નીચે 10 કિમીની ઊંડાઈએ હતું.
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવવાનો સિલસિલો ચાલુ છે. આ જ કડીમાં ભારતીય સમય મુજબ આજે સવારે 6.11 વાગે ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ થયા છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેર્માડેક ટાપુ પર 7.3ની તીવ્રતાથી આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનની નીચે 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા.
અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડમાં માર્ચ મહિનામાં પણ 7ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પણ કેર્માડેક ટાપુ ઉપર જ આવ્યો હતો. તે સમયે તેની તીવ્રતા રિક્રટર સ્કેલ પર 7.0ની હોવાનું કહેવાયું હતું.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube