Earthquake in Turkey-Syria Latest Update: તુર્કીમાં મંગળવારે સવારે ફરીથી ભૂકંપના આંચકા મહેસૂસ થયા. ભૂકંપની તીવ્રતા 5.9ની હતી. તુર્કીમાં આ અગાઉ સોમવારે ભૂકંપના ત્રણ મોટો આંચકા આવ્યા હતા જેના કારણે મોટાપાયે જાનમાલની હાનિ થઈ. મૃત્યુઆંક હજુ પણ સતત વધી રહ્યો છે. સૌથી પહેલો આંચકો સવારે 4 વાગે 7.8ની તીવ્રતાનો નોંધાયો. જેણે મોટાપાયે તબાહી મચાવી. ત્યારબાદ 7.6 અને 6ની તીવ્રતાવાળા આંચકા આવ્યા.  તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 2900 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સીરિયામાં પણ ભૂકંપે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે 6360 લોકોએ જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 દિવસનો રાષ્ટ્રીય શોક
તુર્કી અને સીરિયામાં ભૂકંપનાં પગલે તબાહી મચી છે. WHOએ જણાવ્યા મુજબ મૃત્યુનો આંક હજુ પણ અનેકગણો વધી શકે. ભૂકંપની ઘટનાને પગલે તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરી સુધી દેશનો ધ્વજ અડધી કાંઠીએ ફરકશે.


તુર્કીમાં સોમવારે સવારે 4.17 વાગે જે પહેલો આંચકો અનુભવાયો તે 7.8ની તીવ્રતાવાળો હતો. 100 વર્ષમાં સૌથી વધુ તીવ્રતાવાળા ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું કહેવાય છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ ભૂકંપ બાદ 77 જેટલા આફ્ટરશોક આવ્યા અને હજુ પણ ચાલુ જ છે. જેમાંથી એક આંચકો 7.6ની તીવ્રતાવાળો અને ત્રીજો 6ની તીવ્રતાવાળો હતો. 


તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, ભૂકંપ બાદ હવે સામે ઊભું છે આ મોટું સંકટ


બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કહેર તૂટ્યો, એકસાથે 14 મંદિરો પર હુમલો, મૂર્તિઓ તોડી


આ ગામના દરેક લોકો પાસે છે પોતાનું પ્લેન, એમાં જ બેસીને કરવા જાય છે નાસ્તો


તબાહીનું મંજર
તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપના કારણે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. બંને દેશમાંથી થઈને 4360 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. ભૂકંપના આંચકા એટલા ભીષણ હતા કે હજારો ઈમારતો પત્તાની જેમ તૂટી પડી. તુર્કી પ્રશાસનના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 5606 ઈમારતો તૂટી છે. સીરિયામાં પણ આ જ પરિસ્થિતિ છે. 


તુર્કીમાં કેમ વારંવાર આવે છે ભૂકંપ
તુર્કીનો મોટાભાગનો હિસ્સો એનાટોલિયન પ્લેટ પર છે. આ પ્લેટની પૂર્વમાં ઈસ્ટ ઈનાટોલિયન ફોલ્ટ છે. ડાબી તરફ ટ્રાન્સફોર્મ  ફોલ્ટ છે. જે અરેબિયન પ્લેટ સાથે જોડાય છે. દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમમાં આફ્રીકન પ્લેટ છે જ્યારે ઉત્તર દિશા તરફ યુરેશિયન પ્લેટ છે. જે ઉત્તર એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલું છે. 


ઘડિયાળની વિપરિત દિશામાં ઘૂમી રહી છે એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ 
તુર્કીની નીચે રહેલી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિપરિત દિશામાં ઘૂમી રહી છે. એટલે કે એન્ટી ક્લોકવાઈઝ. આ સાથે જ તેને અરેબિયન પ્લેટ ધક્કો મારી રહી છે. હવે આ ઘૂમતી એનાટોલિયન પ્લેટને જ્યારે જ્યારે અરેબિયન પ્લેટ ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. ત્યારે ભૂકંપના જોરદાર આંચકા આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube