Earthquake in Turkiye: તુર્કીમાં ભૂકંપના તેજ આંચકા મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના નુર્દગીથી 23 કિમી પૂર્વમાં હતું. સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. આ વિનાશકારી ભૂકંપથી તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચી છે. મૃત્યુઆંક 195 પર પહોંચી ગયો છે. તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 150 ઈમારતો તૂટી ગઈ છે. ભારે જાનમાલનું નુકસાન થયું છે. ભૂકંપના આંચકા તુર્કી અને સીરિયા ઉપરાંત ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સાઈપ્રસ, બેલનન, ઈરાકમાં પણ મહેસૂસ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપનું કેન્દ્ર તુર્કી કાઝિયાટેપમાં હતું. જે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. આવામાં સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બોર્ડરની બંને બાજુ ભારે તબાહી થઈ છે. તુર્કીના સ્થાનિક સમય મુજબ સવારે 4.17 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિન્દુ જમીનથી 17.9 કિલોમીટર અંદ હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube