તેહરાન: ઇરાનના પૂર્વી અજરબૈઝાન પ્રાંતમાં રેક્ટર સ્કેલ 5.9ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યા બાદ શુક્રવારે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને 120થી વધુ લોકો ઘાયલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેસ ટીવીના રિપોર્ટ અનુસાર, પ્રાંતીય રાજધાની તબરેજથી લગભગ 120 કિલોમીટર દૂર ભૂકંપની ઉંડાઇ 8 કિલોમીટર હતી અને તેને નજીકના ટાર્ક શહેરને પ્રભાવિત કર્યું હતું.


ભયના લીધે ઘણા લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળીને રસ્તા પર આવી ગયા હતા. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


યૂરોપીયન-મેડિટેરેનિયમ સીસ્મોલોજિકલ સેન્ટર (ઇએમએસસી)ના અનુસાર લગભગ 2 કરોડ લોકોએ ઇરાન અને સંભવત: પડોશી તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. 


પ્રેસ ટીવીએ પૂર્વી અજરબૈઝાનના કટોકટી વ્યવસ્થાપન કેન્દ્રના પ્રમુખ મોહમંદ બાકર હોનરના હવાલેથી કહ્યું હતું કે ઓછામાં ઓછા આઠ બચાવ દળ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. પ્રારંભિક રિપોર્ટમાં મિયાનેહ શહેરના ઓછામાં ઓછા ત્રણ ગામમાં ઘરો અને બિલ્ડીંગોને નુકસાન પહોંચ્યું હોવાની પુષ્ટિ થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube