Earthquake In Pakistan: ભૂકંપથી થરથર ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન, 5.1 રિક્ટર સ્કેલર હતી તીવ્રતા
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરેલા છે. જોકે વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે અને ધૈર્યથી કામ લે.
Pakistan Earthqauke: પાકિસ્તાન અને ફિલીપાઇન્સમાં આજે (શુક્રવારે) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. જ્યારે ફિલીપાઇન્સમાં બોબોન નાનમા ક્ષેત્રથી 77 કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ શુક્રવારે લગભગ વાર વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.3 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોના ઘરમાં રાખેલો સામાન વેર વિખેર થઇ ગયો હતો અને હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારબાદ લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનમાં ભૂકંપ આજે સવારે લગભગ 6:18 મિનિટે આવ્યો હતો. તેની અસર પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને ઇરાનમાં પણ જોવા મળી હતી. અહીં પણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 28.4517 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 64.3204 ડિગ્રી પૂર્વી દેશાંતર પર 10.0 કિમીની ઉડાઇ જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરેલા છે. જોકે વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે અને ધૈર્યથી કામ લે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube