World News: નેપાળમાં ફરી એકવાર તેજ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5ની માપવામાં આવી હતી. આજે સવારે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ કાઠમંડુથી 147 કિમી દૂર આવ્યો હતો. નેપાળના સમય અનુસાર સવારે 8:13 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (NEMRC) અનુસાર, ખોટાંગ જિલ્લામાં મારતિમ બિરતા નામના સ્થળે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૂર્વ નેપાળના 10 કિમીની ત્રિજ્યામાં નોંધવામાં આવ્યું હતું.


નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે. હાલમાં નોંધાયેલા ભૂકંપોથી નેપાળમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માનહાનિ જોવા મળી હતી. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળની રાજધાની કાઠમાંડૂ અને પોખારા શહેરની વચ્ચે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે નેપાળમાં વિનાશ વેર્યો હતો. આ ભૂકંપના કારણે નેપાળમાં 8,964 લોકોના મોત થયા હતા અને લગભગ 22 હજાર લોકો ઘાયલ થયો હતો. નેપાળમાં આવેલા આ વિનાશકારી ભૂકંપને ગોરખા ભૂકંપના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપે ઉત્તર ભારતના ઘણા શહેરો સહિત પાકિસ્તાન અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોને હલાવી દીધા હતા. ભૂકંપના કારણે કાઠમાંડૂનું એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. ભૂકંપના કારણે માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન આવ્યું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube