અલાસ્કા: અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે રાતે ભયાનક ભૂકંપના આંચકા મહેસૂસ થયા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2  હતી. આ આંચકા એટલા તેજ હતા કે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. આંચકાના કારણે ભયાનક તબાહીની આશંકા સેવાઈ રહી છે. હાલ ભૂકંપની થનારા નુકસાન અંગે જાણકારી માટે રાહ જોવાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી જિયોલોજિકલ સર્વેએ રાતે 11.15 વાગે સપાટીથી 29 માઈલ નીચે  ભૂકંપ મહેસૂસ કર્યો. તેની અસર કેન્દ્રથી ઘણી દૂર સુધી થઈ છે. USGS ના જણાવ્યાં મુજબ ઓછામાં ઓછા વધુ બે આંચકા આવ્યા છે. જેની તીવ્રતા 6.2 અને 5.6 જણાવવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારના 100 માઈલની અંદર 3ની તીવ્રતાથી વધુનો ભૂકંપ આવ્યો નથી. 


આ આંચકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી અપાઈ છે. દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન થઈ રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube