અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયામાં ગુરુવારે જોરદાર  ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીની ચેતવણી બહાર પાડવી પડી પરંતુ થોડીવાર બાદ તેને રદ કરાઈ. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 10.44 વાગે ફેરંડેલ જે ઓરેગન સરહદ પાસે હમ્બોલ્ટ કાઉન્ટીનું એક નાનકડું શહેર છે તેના પશ્ચિમમાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ભૂકંપના ઝટકા સાન ફ્રાન્સિસ્કો સુધી મહેસૂસ કરાયા. લોકોએ જણાવ્યું કે ઝટકા એટલા જોરદાર હતા કે તેમને લાગ્યું કે જાણે હિંચકા પર ઝૂલતા હોય. ત્યારબાદ એક પછી એક બીજા અનેક ઝટકા મહેસૂસ થયા. સાન ફ્રાન્સિસ્કો બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ ડિસ્ટ્રિક્ટ (BART) એ સાન ફ્રાન્સિસ્કો અને ઓક્લેન્ડ વચ્ચે પાણી નીચેની સુરંગોમાં ટ્રાફિક રોકી દીધો.


7ની તીવ્રતાનો ભૂકંપ
યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ 7.0ની તીવ્રતાવાળા આ ભૂકંપ બાદ કેલિફોર્નિયામાં ઓછામાં ઓછા 5.3 મિલિયન લોકોની સામે સુનામીનું જોખમ ઊભુ થયું હતું. યુએસજીએસએ અનુમાન લગાવ્યું કે ભૂકંપ નજીકના વિસ્તારોમાં 1.3 મિલિયન લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં તેમણે આ મહેસૂસ કર્યું હોઈ શકે છે. 


સાંતાક્રુઝ વિસ્તારમાં નેશનલ વેધર સર્વિસ દ્વારા એક સુનામી ચેતવણી બહાર પાડવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે તેજ લહેરો અને પ્રવાહો તમારી પાસે કાંઠા વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. તમે જોખમમાં છો. કાંઠા વિસ્તારોથી દૂર રહો. ઊંચા સ્થાનો કે અંદરની બાજુ જતા રહો. જ્યાં સુધી સ્થાનિક અધિકારીઓ પાછા ફરવાનું ન કહે ત્યાં સુધી કાંઠાથી દૂર રહો. જો કે પછી સુનામીની ચેતવણી રદ કરાઈ. 


જુઓ ભૂકંપના કેટલાક વાયરલ વીડિયો