નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસ મામલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારત પાછો લાવવા માટે ઈડીએ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રજુઆત કરી છે. ઈડીએ ચોક્સીની સ્વાસ્થ્ય કારણસર એન્ટીગુઆમાં પૂછપરછ કરવાની અરજીને શનિવારે ફગાવી દીધી હતી. ઈડીએ  કહ્યું કે એજન્સી તેની ભારત વાપસી માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકે છે. ચોક્સી પીએનબી કૌભાંડ મામલે આરોપી છે અને હાલ તે કેરેબિયન ટાપુ દેશ એન્ટીગુઆમાં શરણ લઈ બેઠેલો છે. એજન્સી આ મામલે તેની પૂછપરછ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ સત્ર અગાઉ PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા


ચોકસીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે તેના સ્વાસ્થ્ય કારણોને જોતા જો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની એન્ટીગુઆમાં જ પૂછપરછ કરવામાં આવે તો તે તેમાં સામેલ થવા માંગે છે. પરંતુ ઈડીએ તેની અરજી ફગાવતા કહ્યું કે તેણે જવાબ આપવા માટે ભારત પાછા ફરવું પડશે. 


ઈડીએ બોમ્બે હાઈકોર્ટમાં તેની અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે માનવતાના દ્રષ્ટિકોણને અપનાવીને ઈડી અરજીકર્તા(ચોક્સી)ને યોગ્ય ચિકિત્સા દેખભાળ હેઠળ એન્ટીગુઆથી ભારત લાવવા માટે એર એમ્બ્યુલન્સની સાથે ચિકિત્સા વિશેષજ્ઞની એક ટીમ પ્રદાન કરવા માટે તૈયાર છે. ચોક્સીએ કહ્યું કે તેણે વિદેશમાં સારવાર કરાવવાના હેતુથી ભારત છોડ્યું છે, કોઈ મામલામાં અભિયોગથી બચવા માટે નહીં. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...