હાલમાં ક્રાઈમમાં લાઈ ડિટેક્ટર ટેસ્ટની બોલબાલા છે. ગુનેગાર પાસેથી સત્ય ઉકેલવા માટે આ ટેસ્ટની મદદ લેવામાં આવે છે. પરંતુ ઈજિપ્ત દેશમાં આજે પણ સદીઓ જૂના લાઈ ડિટેક્ટર ટેસ્ટની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઈજિપ્તના કબીલામાં પ્રાચીન કાળથી લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવાની બિશાહ નામની ટેકનિક બહુ જ ફેમસ છે. જોકે, મોટાભાગના સ્થળોએ આ પ્રથા બંધ થઈ ચૂકી છે. પરંતુ મિસ્રનો અયિદાહ કબીલો આજે પણ આ પ્રથાને જીવંત રાખી બેસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીબ રીતે થાય છે આ ટેસ્ટ
અયિદાહ કબીલાના લોકો એક ધાતુને પહેલા ગરમ કરે છે. પછી તે ગરમ ધાતુને આરોપીની જીભ પર લગાવવામાં આવે છે. કહેવાય છે કે, જે આરોપીની જીભ પર આ પ્રોસેસ બાદ ફોલ્લા આવે છે તો તે દોષી માનવામાં આવે છે. તો જે વ્યક્તિના જીભ પર ફોલ્લા નથી પડતા તો તે નિર્દોષ સાબિત થાય છે. આ પરંપરાને માનનારા અયિદાહ કબીલાના લોકો તેની પાછળ એક તર્ક હોવાનું કહે છે. 



શું છે તર્ક
તેઓ માને છે કે, જે પણ વ્યક્તિએ આરોપ કર્યો છે, તે નર્વસ હોય છે, જેનાથી તેની જીભ સૂકાઈ જાય છે અને ગરમ ધાતુ જ્યારે તેના જીભને સ્પર્શે છે તો તેના જીભ પર ફોલ્લા પડી જાય છે. તો બીજી તરફ, જે વ્યક્તિ નિર્દોષ હોય છે, તેની જીભ પર સલાઈવા (લાળ) હોય છે, તેના છૂટવાથી તેને કંઈ જ થતું નથી. 


માનવામાં આવે છે કે, મેસોપોટેમિયાના કાળમાં પણ આ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોરી, હત્યા જેવા અપરાધમાં આવી રીતે ટેસ્ટ કરવામાં આવતો હતો. બિશાહ પ્રોસેસ એ સમયે કરવામાં આવે છે, જ્યારે આરોપીના વિરુદ્ધમાં સામેલ નથી હોતી, તો તેને દોષી માનવામાં આવે છે. બિશાહની પ્રોસેસ અંતિમ માનવામાં આવે છે અને તેની વિરુદ્ધ કોઈ આરગ્યુમેન્ટ કરવામાં આવતા નથી.