માલિકના ખભે માથું મુકીને ખુબ રડ્યો બકરો! વાયુવેગે વાયરલ થયો મંડીમાં વેચાણ માટે લવાયેલાં બકરાનો વીડિયો
સોશિયલ મીડિયા પર રોજબરોજ કરોડો વીડિયો અપલોડ થતા હોય છે. એમાંથી ઘણાં વીડિયો એવા હોય છે જે ઉડીને લોકોની આંખે વળગે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક મહાકાય બકરો પોતાના માલિકના ખભે માથું મુકીને રડી રહ્યો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સોશિયલ મીડિયા પર રોજબરોજ કરોડો વીડિયો અપલોડ થતા હોય છે. એમાંથી ઘણાં વીડિયો એવા હોય છે જે ઉડીને લોકોની આંખે વળગે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક મહાકાય બકરો પોતાના માલિકના ખભે માથું મુકીને રડી રહ્યો છે. એક વસ્તુ તો નક્કી છેકે, માણસ કરતા પણ પ્રાણીઓ વધારે વફાદાર હોય છે. એના પ્રમાણો અવાર નવાર આ ધરતીને મળતી રહ્યાં છે. માણસો પોતાના શોખ કે આજીવિકા માટે પશુઓ કે પ્રાણીને પાળતા હોય છે. જોકે, તેમ છતાં પણ પશુઓને તેમના માલિક પ્રત્યે ખુબ લાગણી હોય છે. મૂંગા પશુઓ તેમના માલિકને ખુબ પ્રેમ કરે છે. એટલું જ નહીં પણ જ્યારે માલિકથી અલગ થવાનો સમય આવે છે, આવા મૂંગા પશુઓ પણ ભાવુક થઈ જાય છે. તેમનું દિલ પણ તૂટી જાય છે. તેમની આંખો પણ ભીની થઈ જાય છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. જેમાં એક બકરો તેના માલિકને ગળે લગાવીને પોતાના માલિકના ખભે માથું મુકીને બકરો રડતો જોવા મળી રહી છે.
માલિકના ખભે માથું મુકીને રડી રહ્યો છે બકરોઃ
રડતા બકરાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બકરાનો આ વીડિયો રવિવારે ઉજવવામાં આવેલી ઈદ-ઉલ-અદહા એટલે કે બકરી ઈદ 2022 સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બકરી ઈદ પર આ બકરો મંડીમાં વેચાવા આવ્યો હતો. જ્યારે માલિકે ખરીદાર સાથે તેનો સોદો કર્યો, ત્યારે બકરો તેના માલિકના ખભા પર માથું મૂકીને રડવા લાગ્યો. આ દ્રશ્યો જોઈને થોડીવાર માટે તેનો માલિક પણ ભાવુક થઈ ગયો. એટલું જ નહીં જેણે પણ આ દ્રશ્યો જોયા એ સૌ કોઈ ચોંકી ગયાં. તો ત્યાં ઉપસ્થિત બીજા લોકોએ આ દ્રશ્યોને કેમેરામાં વીડિયો સ્વરૂપે કંડારીને તેને વાયરલ કરી દીધાં.
કોઈ આંસુ રોકી શક્યું નહીં:
બકરાનો રડવાનો અવાજ ત્યાં હાજર દરેકે સાંભળ્યો, જેનાથી કોઈ આંસુ રોકી શક્યું નહીં. માલિકે પણ બકરાને ગળે લગાવ્યો. વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે? આની પુષ્ટિ થઈ નથી. જો કે આ વીડિયો કોઈ બકરા બજારનો હોવાનું લાગી રહ્યું છે.
બકરી ઈદ મીઠી ઈદથી અલગ છે. આ દિવસે બકરા અને ઘેટાંની બલિ આપવામાં આવે છે. પછી માંસને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે. એક પોતાના માટે, બીજો સ્વજનો માટે અને ત્રીજો ગરીબો માટે. બકરી ઈદના દિવસે વેચાણ કરવા માટે બકરીઓ મોટી સંખ્યામાં મંડીઓમાં લાવવામાં આવે છે. બકરીદ ઇસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઈદ-ઉલ-ફિત્ર પછી બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો તહેવાર છે. તે ઇસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં ઉજવવામાં આવે છે. આ તારીખ દર વર્ષે ચંદ્રની સ્થિતિના આધારે બદલાય છે. આ વખતે ભારતમાં 10મી જુલાઈએ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.