8 વર્ષના બાળકે કર્યું યોગમાં નામ, બ્રિટને આપ્યું આટલું મોટું સન્માન
કેન્ટના સેન્ટ માઇકલ્સ પ્રીપેટરી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રએ કહ્યું, મારૂ માનવું છે કે કોઈ બીજા કરતા મારી સાથે મુકાબલો કરી રહ્યું છે.
લંડનઃ બ્રિટનના 11 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપના વિજેતા ભારતીય મૂળના આઠ વર્ષીય વિદ્યાર્થીને આ ક્ષેત્રમાં સિદ્ધિ માટે બ્રિટિશ ઈન્ડિયન ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઈશ્વર શર્માને વ્યક્તિગત અને કલાત્મક યોગમાં ઘણા સન્માન મળી ચુક્યા છે અને આ વર્ષે જૂનમાં કેનાડાના વિન્નીપેગમાં આયોજીત વર્લ્ડ સ્ટૂડન્ટ ગેમ્સ 2018માં તેણે ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કેન્ટના સેન્ટ માઇકલ્સ પ્રીપેટરી સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ કહ્યું, મારૂ માનવું છે કે કોઈ બીજા કરતા પોતાનો મુકાબલો કરી રહ્યો છું. જે મુશ્કેલી સરળ કરવા માટે મને પડકાર આપે છે.
તેણે કહ્યું, હું હંમેશા યોગનો વિદ્યાર્થી રહીશ અને મારા શિક્ષકોનો આભારી છું જેણે પોતાનું જ્ઞાન મને આપ્યું. આ સપ્તાહની શરૂઆતમાં બર્મિંઘમના આયોજીત છઠ્ઠા વાર્ષિક સન્માન સમારોહમાં તેને યંગ અચીવર શ્રેણીમાં ઈન્ડિયન ઓફ યરથી નવાજવામાં આવ્યો હતો.