આ દેશમાં હત્યાઓની ઘટનાથી હડકંપ, રાષ્ટ્રપતિએ ઈમરજન્સીની કરી જાહેરાત
અલ સલ્વાડોર કોંગ્રેસના અધ્યક્ષ અર્નેસ્ટો કાસ્નતોએ રવિવારે એક અસાધારણ સત્ર બાદ કહ્યું કે અમે ઇમરજન્સીને મંજૂરી આપી રહ્યાં છીએ. આ અમારી સરકારને સલ્વાડોરના લોકોના જીવનની રક્ષા કરવા અને અપરાધનો સામનો કરવાની મંજૂરી આપશે.
અલ સલ્વાડોરઃ દક્ષિણ અમેરિકી દેશ અલ સલ્વાડોરે દેશમાં વધતા ગેંગવોરને લઈને ઇમરજન્સીની જાહેરાત કરી છે. આ દરમિયાન લોકોના અધિકારોને સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને સેનાની તૈનાતી કરવામાં આવી છે. જનસંખ્યા પ્રમાણે અલ સલ્વાડોરમાં સૌથી વધુ સંખ્યામાં લોકોની હત્યાઓ થઈ રહી છે. માત્ર શનિવારે અલ સલ્વાડોરમાં 62 લોકોની હત્યા થઈ હતી. ત્યારબાદ મજબૂરીમાં અલ સલ્વાડોરની સંસદે ઇમરજન્સીની મંજૂરી આપવી પડી છે. અલ સલ્વાડોર દક્ષિણ અમેરિકામાં પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો દેશ છે. તેની સરહદ ગ્વાટેમાલા અને હોન્ડુરાસ સાથે લાગે છે.
સંસદે આપી આપાતકાલને મંજૂરી
અલ સલ્વાડોર કોંગ્રેસના અધ્યક્ષ અર્નેસ્ટો કાસ્નતોએ રવિવારે એક અસાધારણ સત્ર બાદ કહ્યું કે અમે ઇમરજન્સીને મંજૂરી આપી રહ્યાં છીએ. આ અમારી સરકારને સલ્વાડોરના લોકોના જીવનની રક્ષા કરવા અને અપરાધનો સામનો કરવાની મંજૂરી આપશે. અલ સલ્વાડોરમાં 2021 દરમિયાન 1140 હત્યાની ઘટના નોંધાઈ હતી. તેવામાં પ્રતિ 100,000 લોકો પર એવરેજ 18 મોતનો આંકડો થાય છે. અલ સલ્વાડોર 1992 સુધી ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યો હતો. હવે વધતી હત્યાથી સરકારની મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો- ઇમરાન ખાનની ખુરશી બચાવવા પાર્ટીનો નવો દાવ, પંજાબમાં જાહેર કર્યા નવા સીએમ ઉમેદવાર
અલ સલ્વાડોરમાં દુનિયાની સૌથી વધુ હત્યાઓ
લગભગ 65 લાખની વસ્તીવાળા અલ સલ્વાડોરમાં દુનિયામાં સૌથી વધુ હત્યા થાય છે. 2015માં અલ સલ્વાડોરમાં પ્રતિ 1 લાખ લોકો પર 103 હત્યાઓ નોંધાઈ હતી. આ આંકડો વસ્તી પ્રમાણે દુનિયામાં સૌથી વધુ છે. ઇમરજન્સીને કારણે દેશમાં ભીડ ભેગી કરવા અને સભાઓ માટે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાગી ગયો છે. એટલું જ નહીં ઇમરજન્સીમાં કોઈ નાગરિકોને કોર્ટમાં રજૂ કર્યા વગર 72 કલાકથી વધુ સમય તંત્ર કસ્ટડીમાં રાખી શકે છે. એટલું જ નહીં ધરપકડનું કારણ અને કસ્ટડીમાં લેવા પર વકીલ સુધી પહોંચના અધિકારોને પણ ઘટાડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ બોલ્યા- બધા ગેંગ લીડર્સને જેલમાં બંધ કરો
રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ ઇમરજન્સીને મંજૂરી આપ્યા બાદ સંસદના આ પગલાની પ્રશંસા કરી હતી. બુલેકેએ ટ્વીટ કર્યુ કે, ઇમરજન્સી હેઠળ પ્રતિબંધોને સંબંધિત વિભાગો દ્વારા જરૂરી હોવા પર લગાવવામાં આવશે. લોકોનું જનજીવન સામાન્ય રહેશે. તમારા બધા પર ભગવાનના આશીર્વાદ બન્યા રહે. તેમણે કહ્યું કે તે દેશના બધા જેલરોને આદેશ આપી રહ્યા છે કે તે પોતાના સેલમાં ગેંગના કેદીઓને 24 કલાક બંધ રાખે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube