Elephant: 35 વર્ષથી પાકિસ્તાનમાં `કેદ` હતો આ હાથી, જગ્યા બદલતા જ હવે જીવી રહ્યો છે મઝેદાર જિંદગી
Trending News: પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં પ્રાણી સંગ્રહાલમાં અંદાજે 2 વર્ષ પહેલા કાવન નામનો હાથી બંધ હતો. હાથીની ઉંમર અંદાજે 37 વર્ષની હતી. આ હાથીને શ્રીલંકાએ વર્ષ 1985માં પાકિસ્તાનને ભેટ સ્વરૂપે આપ્યો હતો.
Trending News: એકલપણુ કોઈપણ વ્યક્તિને તણાવમાં લાવી દે છે, પછી વાત માણસોની થતી હોય કે પછી પ્રાણીઓની. છેલ્લા એક વર્ષ પહેલા પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં કેદ હાથી સાથે જ કંઈક આવુ જ છે. એકલપણાનાં કારણે હાથી ત્યાં ગુમસુમ રહેતો હતો. પરંતુ જેવો તેને કંબોડિયા લાવવામાં આવ્યો કે, તેની લાઈફ જ બદલાઈ ગઈ.
‘ઝિંદગી યૂં હુઈ બસર તન્હા, કાફિલા સાથે ઓર સફર તન્હા...’ ગુલઝારની લખેલી આ લાઈનો એ દર્દને વ્યક્ત કરે છે, જેણે એકલા રહેતા લોકો મહેસૂસ કરે છે. પછી તેઓ ભલે માણસ હોય કે કોઈ જાનવર, તન્હાઈ દરેક લોકોને ખટકે છે. એકલુ રહેવુ કોઈને નથી ગમતુ. કમ સે કમ થોડા સમય પહેલા પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં બંધ હાથીને જોઈને પણ આવુ જ લાગતુ હતું.
1985માં શ્રીલંકાથી પાકિસ્તાન આવ્યો હતો
પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં પ્રાણી સંગ્રહાલમાં અંદાજે 2 વર્ષ પહેલા કાવન નામનો હાથી બંધ હતો. હાથીની ઉંમર અંદાજે 37 વર્ષની હતી. આ હાથીને શ્રીલંકાએ વર્ષ 1985માં પાકિસ્તાનને ભેટ સ્વરૂપે આપ્યો હતો. પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાં આ એકમાત્ર એશિયન હાથી બચ્યો હતો. પરંતુ એકલપણાંના કારણે તે સુસ્ત રહેવા લાગ્યો. તે કોઈપણ પ્રકારની એક્ટિવિટી કરતો ન હતો. ન તો બરાબર ખાતો હતો કે ન સૂતો હતો.
પાકિસ્તાનમાં માનસિક રૂપથી બીમાર હતો
એક્સપર્ટ્સ જણાવે છે કે, પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાયલમાં શારીરિક તકલીફો ઉપરાંત માનસિક રૂપથી પણ તે પરેશાન હતો. તેને ત્યાં યોગ્ય ભોજન મળતુ ન હતુ. આ સિવાય કોઈ સાથી ન હોવાના કારણે તેને પાર્ટનરની પણ ખોટ સાલતી હતી.
લોકોએ મુહિમ ચલાવી હતી
કાવનનાં આવા હાલ જોઈને ત્યાં જીવદયા પ્રેમીઓએ મુહિમ ચલાવી હતી. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને કોરોના દરમિયા ન તેને પાકિસ્તાનનાં પ્રાણી સંગ્રહાલયમાંથી કંબોડિયા મોકલવામાં આવ્યો હતો. જ્યારે તેને ફ્લાઈટમાં કંબોડિયા લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તે બરાબર ખાતો પણ હતો અને ઊંઘતો પણ હતો.
કંબોડિયા પહોંચીને ફીટ થઈ ગયો
કંબોડિયા પહોંચીને કાવનને ફીટ થવામાં થોડા દિવસો લાગ્યા. પરંતુ ધીમે ધીમે કાવન નવી લાઈફમાં સેટ થઈ ગયો. તે કંબોડિયાના વન્યજીવ અભ્યારણ્યમાં મસ્ત જિંદગી જીવવા લાગ્યો. તેના ઘણાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કાવનને મસ્તી કરતા જોઈને તેના માટે દુઃખી થતા લોકો પણ તેને મસ્ત જોઈને ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube