મે સાઇઃ  થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા તમામ 12 બાળકો અને તેમના કોચને બહાર કાઢી લેવામાં આવ્યા છે. છેલ્લા બે સપ્તાહથી ફસાયેલા બાળકો અને કોચને બહાર કાઢવા માટે યુદ્ધસ્તર પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું. મંગળવારે તમામ બાળકો અને કોચને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર આવ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુફામાં 12 બાળકો અને તેના ફુટબોલ કોચ ગત સપ્તાહથી પણ વધુ સમયથી ફસાયેલા હતા જેમાંથી અત્યાર સુધી 11 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. બાકી બચેલા પ્લેયર અને કોચને કાઢવા માટે ઓપરેશન જારી છે. 


સ્થાનિક મીડિયામાં તેવો રિપોર્ટ્સ છે કે બાળકોનું સ્વાસ્થ્ય સારુ છે પરંતુ બે બાળકોને ન્યૂમોનિયા થઈ ગયો છે. 



મિશનમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું કે, બાળકો બહાર નિકળીને ખૂબ ખુશ છે. બાળકો ભૂખ્યા છે અને મનપસંદ ડિશ ખાવા ઇચ્છે છે. કેટલાક બાળકોએ પસંદગીની બ્રેડ અને ચોકલેટની માંગ કરી છે. પરંતુ બાળકોને માત્ર પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. 


મિશનના ચીફ નારોંગસક ઓસોતોકોર્ને સોમવારે જણાવ્યું હતું કે, ત્રીજુ અભિયાન શરૂ કરવા માટે ઓછામાં ઓછો 20 કલાકનો સમય જોઈએ, પરંતુ આ સમયે હવામાન અને પાણીના સ્તર પ્રમાણે બદલી શકે છે. તેમણે જણાવ્યું કે, બાળકોને અત્યારે તેમના માતા-પિતાથી દૂર રાખવામાં આવ્યા કારણ કે, સ્વાસ્થ્ય અધિકારીઓને અત્યારે ઇન્ફેક્શનનો ખતરો દેખાઇ રહ્યો છે. 


થાઇલેન્ડના બાળકો અને ફુટબોલ કોચની સુરક્ષિત વાપસી માટે વિશ્વભરમાં પ્રાર્થના થઈ રહી છે. બીજીતરફ વિશ્વના ઘણા દેશોના ગોતાખોર અને નિષ્ણાંત બાળકોને સલામત કાઢવા માટે અભિયાનમાં થાઇલેન્ડ સરકારની મદદ કરી રહ્યાં છે. થાઇલેન્ડના વડાપ્રધાને ભારતનો પણ ખાસ આભાર માનતા કહ્યું કે, ભારતીય એમ્બેસીનું સતત સમર્થન મળી રહ્યું છે અને ભારતમાં અમારા બાળકો માટે દુવા કરવામાં આવી રહી છે. ભારતીયો પ્રત્યે આભારી છું.