Queen Elizabeth Total Networth: 6,631 અબજ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે એલિઝાબેથ II, જાણો ક્યાંથી થયા છે રોયલ આવક
Britain, Queen Elizabeth II: મહારાણીના આવકના મુખ્ય સ્ત્રોત વિશે વાત કરીએ તો તેમને સોવેરિન ગ્રાન્ટ વાર્ષિક રીતે સરકાર પાસેથી પ્રાપ્ત થતું હતું. જ્યારે અન્ય બે સ્ત્રોત સ્વતંત્ર હતા. જેમાં કરદાતાઓના નાણાંનો સમાવેશ થતો ન હતો. લંડન ઉપરાંત શાહી પરિવારની સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં પણ મિલક્ત છે.
Queen Elizabeth II Income and NetWorth: બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમનું 96 વર્ષની વેય અવસાન થયું છે. તેમના મોત બાદથી તેમના વિશે તમામ સમાચારો ચાલી રહ્યા છે. ક્યાંક તેમના 7 દાયકા સુધી શાસન કર્યાની ચર્ચા થઈ રહી છે તો ક્યાંક તેમના વ્યક્તિત્વ વિશે જણાવવામાં આવી રહ્યું છે. કોઈ અન્ય દેશોમાં તેમના સમ્રાજ્ય ફેલવવાની પણ ચર્ચા કરી રહ્યું છે. આ બધી જ ચર્ચાઓ વચ્ચે એક બીજો વિષય છે જેના વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે, સમજવા માંગે છે. આ વિષય તેમના શાહી પરિવારની આવક કુલ સંપત્તિ સાથે સંબંધિત છે. લોકો જાણવા માંગે છે કે રાજવી પરિવાર પાસે કેટલી સંપત્તિ છે. તેમની આવકનો સ્ત્રોત શું છે. ચાલો આજે તમને વિગતવાર જણાવીએ.
વાસ્તવિક મિલકત ડેટા નથી, અંદાજિત આવક ઘણી વધારે
આમ તો ક્યારે પણ મહારણી એલિઝાબેથ દ્વિતીયે અને ના શાહી પરિવારના અન્ય સભ્યોએ આવક અથવા સંપત્તિ વિશે જણાવ્યું છે, પરંતુ અલગ-અલગ રિપોર્ટમાં અનુમાન લગાવતા તેની પર ચર્ચા થઈ રહી છે. ગુડટુ વેબસાઈટ અનુસાર વર્ષ 2022 માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંદાજીત કુલ સંપત્તિ 365 મિલિયન પાઉન્ટ એટલે કે 33.36 અબજ રૂપિયાથી વધારે હતી. ત્યારે, સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર 2020 માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની કુલ સંપત્તિથી 15 મિલિયન પાઉન્ડ વધારે હતી. ફોર્બ્સ મેગેઝીન અનુસાર, સમગ્ર શાહી પરિવારની કુલ સંપત્તિ 72.5 બિલિયન પાઉન્ડ એટલે 6,631 અબજ રૂપિયાથી વધુ છે.
આ પણ વાંચો:- 3 રૂપિયાના સ્ટોકે કર્યો કમાલ, રોકાણકારોના પૈસા 15 દિવસમાં થયા બમણા
આ જગ્યાઓથી થાય છે મહારાણીની કમાણી
મહારાણીના આવકના મુખ્ય સ્ત્રોત વિશે વાત કરીએ તો તેમને સોવેરિન ગ્રાન્ટ વાર્ષિક રીતે સરકાર પાસેથી પ્રાપ્ત થતું હતું. જ્યારે અન્ય બે સ્ત્રોત સ્વતંત્ર હતા. જેમાં કરદાતાઓના નાણાંનો સમાવેશ થતો ન હતો. લંડન ઉપરાંત શાહી પરિવારની સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં પણ મિલક્ત છે. આ મહારાણીની અંગત સંપત્તિ છે જેને વેચી શકાતી નથી પરંતુ તેના વારસદારોને આપવામાં આવશે.
આ પણ વાંચો:- બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલની ધરપકડની માંગ, જાણો શું છે આ પાછળ કારણ
રોયલ કલેક્શનમાં 10 લાખથી વધારે વસ્તુઓ સામેલ
આ ઉપરાંત મહારાણીની સંપત્તિમાં ઘણી અમૂલ્ય કલાકૃતિઓ, હીરા અને ઝવેરાત, લક્ઝરી કાર, શાહી સ્ટેમ્પ સંગ્રહ અને ઘોડાઓનો સમાવેશ થયા છે. રોયલ કલેક્શનમાં 10 લાખથી વધારે વસ્તુ સામેલ છે જેની અંદાજીત કિંમત 10 ટ્રિલિયન રૂપિયા છે. જોકે, આ સંપત્તિ બ્રિટેનના એક ટ્રેસ્ટ પાસે છે. બ્રિટેનના નવા રાજા કિંગ ચાર્લ્સની વાર્ષિક આવક વિશે વાત કરીએ તો, તેઓ દર વર્ષે Duchy of Cornwal પાસે 21 મિલિયન પાઉન્ડની આવક મેળવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube