મારા શબ્દોને નોંધીને રાખજો, ખતમ થઈ જશે માનવ સંસ્કૃતિ...એલન મસ્કે વિશ્વને કેમ ડરાવ્યું?
પ્રસિદ્ધ સાઈન્સ જર્નલ ધ લેંસેટના એક અધ્યયન અનુસાર 2064માં દુનિયાની કુલ વસ્તી 9.7 બિલિયન સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઘણા એક્સપર્ટ એ ભવિષ્યવાણી કરી દાવો કર્યો છે કે પૃથ્વી પર માનવ વસ્તી વર્ષ 2100 સુધી ઘટીને 8.8 બિલિયન થઈ જશે
વોશ્ગિટન: સ્પેસએક્સ અને ટેસ્લાના સંસ્થાપક એલન મસ્કે સભ્યતાના અંતને લઈને ચેતવણી આપી છે. અમેરિકી અરબપતિ બિઝનેસમેનને ઘટતા જન્મદરના કારણે વૈશ્વિક જનસંખ્યા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. પૃથ્વી પર વર્તમાનમાં જીવિત કુલ લોકોની સંખ્યા ટૂંક સમયમાં આઠ અરબે પહોંચનાર છે. તેમ છતાં મસ્કનું માનવું છે કે પૃથ્વી પર પર્યાપ્ત લોકો નથી. તેમણે જણાવ્યું છે કે, મારા શબ્દોને નોટ કરીને રાખજો, આ જરૂર થશે.
ધ લેંસેટના અધ્યયનમાં જનસંખ્યા પર ખુલાસો
પ્રસિદ્ધ સાઈન્સ જર્નલ ધ લેંસેટના એક અધ્યયન અનુસાર 2064માં દુનિયાની કુલ વસ્તી 9.7 બિલિયન સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઘણા એક્સપર્ટ એ ભવિષ્યવાણી કરી દાવો કર્યો છે કે પૃથ્વી પર માનવ વસ્તી વર્ષ 2100 સુધી ઘટીને 8.8 બિલિયન થઈ જશે. ત્યારબાદ આવનાર શતાબ્દીઓમાં ધરતીની જનસંખ્યા હજુ પણ ઓછી થશે.
મારા શબ્દોને નોટ કરી લેજો: મસ્ક
ઘણા લોકોનું માનવું છે કે દુનિયાના ઘણા વિસ્તારમાં પહેલાથી સૌથી વધુ વસ્તીનો બોઝ ઉઠાવી રહ્યા છે. તેના વિપરીત એલન મસ્ક જોર આપીને કહી રહ્યા છે કે આપણે ફક્ત નવું જીવન બનાવવાનું ચાલુ રાખવું જોઈએ અથવા પરિણામોનો સામનો કરવો જોઈએ. અમેરિકામાં ઝડપથી ઘટતી સ્થાનિક વસ્તી અંગે મસ્કની ચિંતા પણ વધી છે. તેમણે કહ્યું કે કૃપા કરીને આંકડા જુઓ. જો લોકોના વધુ બાળકો નહી હોય તો સંસ્કૃતિ ક્ષીણ થઈ જશે. મારા શબ્દોને નોટ કરી લેજો.
'પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં લોકો નથી, બાળકો પેદા કરતા રહે લોકો'
વોલ સ્ટ્રીટ જર્નલ સાથે વાત કરતા, મસ્કે દાવો કર્યો છે કે, "પૃથ્વી પર પૂરતા લોકો નથી. હું તેના પર સૌથી વધુ જોર આપી ન શકું, પરંતુ ત્યાં પર્યાપ્ત લોકો નથી." મને લાગે છે કે સંસ્કૃતિ માટે સૌથી મોટા જોખમ માંનો એક નીચો વિકાસ દર અને ઝડપથી ઘટતો વિકાસ દર છે. અને તેમ છતાં આટલા બધા લોકો- જેમાં સ્માર્ટ લોકો પણ સામેલ છે, વિશ્વમાં ઘણા બધા લોકો વિચારે છે કે વસ્તી નિયંત્રણની બહાર વધી રહી છે. તે સંપૂર્ણપણે વિરુદ્ધ છે.
એલન મસ્કને પોતાના છ બાળકો છે
એલન મસ્કને છ બાળકો છે. જ્યારે તેમને તેમના બાળકોની સંખ્યાને લઈને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હું એક સારું ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કારણ કે હું જે ઉપદેશ આપું છું તેનો પહેલો અભ્યાસ મારા પર કરવાનો પ્રયાસ કરું છું. લેન્સેટ અભ્યાસ પ્રજનન દરમાં ઘટાડો દર્શાવે છે જે છોકરીઓ અને સ્ત્રીઓમાં ગર્ભનિરોધક અને લૈંગિક શિક્ષણની વધુ સારી પહોંચને કારણે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube