Elon Musk કેનેડાના PM ટ્રુડો પર બરાબર ભડકી ગયા, કહ્યું- અભિવ્યક્તિની આઝાદી કચડી રહ્યા છે
Elon Musk Statement: સ્પેસએક્સના ફાઉન્ડ અને સીઈઓ એલન મસ્કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું છે. એલન મસ્કની ટિપ્પણી કેનેડા સરકારના હાલના એક આદેશ બાદ આવી છે
Elon Musk Statement: સ્પેસએક્સના ફાઉન્ડ અને સીઈઓ એલન મસ્કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પર નિશાન સાધ્યું છે. એલન મસ્કની ટિપ્પણી કેનેડા સરકારના હાલના એક આદેશ બાદ આવી છે. જેમાં ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસના રેગ્યુલેટરી કંટ્રોલ માટે સરકાર સાથે ઔપચારિક રીતે રજિસ્ટર કરવાનું અનિવાર્ય કહેવાયું છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટને રિપોસ્ટ કરતા આ ટિપ્પણી કરી છે.
મસ્કે ટ્રુડો પર સાધ્યું નિશાન
એલન મસ્કે લખ્યું કે ટ્રુડો કેનેડામાં અભિવ્યક્તિની આઝાદીને કચડવાની કોશિશ કરી રહ્યા છે. શરમજનક! રેગ્યુલેટરી કંટ્રોલ માટે રજિસ્ટ્રેશનવાળી કેનેડા સરકારની વાત મસ્કને ગમી નથી. તેમણે આ આદેશનો વિરોધ કર્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube