ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે પોતાનો મત રજૂ કર્યો છે અને તેમણે UNSC માં ભારતની સ્થાયી સદસ્યતાનું જોરદાર સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં UN ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે UNSC માં આફ્રિકી દેશોના પ્રતિનિધિત્વ પર અફસોસ વ્યક્ત કર્યો હતો. જેના પર ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌથી વધુ વસ્તીવાળો દેશ હોવા છતાં ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાયી સભ્ય તરીકે ન હોવું એ એકદમ બકવાસ છે. આ સાથે જ તેમણે UNSC માં આફ્રિકાની પણ પેરવી કરી. 


એલોન મસ્કે કહ્યું કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થાઓના પુર્નગઠનની જરૂરિયાત છે. સમસ્યા એ છે કે એવા દેશો કે જેમની પાસે વધુ તાકાત છે તેઓ તેને પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી. પૃથ્વી પર સૌથી વધુ જનસંખ્યાવાળો દેશ હોવા છતાં UNSC માં ભારતનું સ્થાયી સભ્ય ન હોવું એ બકવાસ છે. મસ્કે કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે જગ્યા મળવી જોઈએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube