ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. તેઓ જંગ વચ્ચે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરી. મસ્કે ગાઝા પટ્ટી પાસે કિબુત્ઝ શહેરની પણ મુલાકાત લીધી. હમાસે કિબુત્ઝ પર જ સાત ઓક્ટોબરના રોજ હુમલો કર્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. મસ્કના આ પ્રવાસ અંગે નેતન્યાહૂએ કહ્યું કે તેમણે મસ્કને કિબુત્ઝમાં હમાસના આતંકીઓ દ્વારા કરાયેલા નરસંહારની ભયાનકતા પણ દેખાડી હતી. આ દરમિયાન અમે કિબુત્ઝમાં પીડિતોના ઘરે પણ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતન્યાહૂએ મસ્કેને એવા ઈઝરાયેલીઓના ઘર પણ દેખાડ્યા જેમને નિર્દયતાથી હમાસના આતંકીઓએ માર્યા હતા. જેમાં ચાર વર્ષની ઈઝરાયેલી અમેરિકન છોકરી અભિગેલ ઈદાન પણ સામેલ છે. જેના માતા પિતાને આતંકીઓએ માર્યા હતા. ઈદાનને રવિવારે હમાસે છોડી હતી. આ પ્રવાસની કેટલીક તસવીરો પણ નેતન્યાહૂએ શેર કરી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube