કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ બે સપ્તાહ બાદ દેશમાં ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે સરકાર વિરુદ્ધ લોકોના પ્રદર્શનને કારણે રાષ્ટ્રપતિએ 6 મેએ અડધી રાતથી દેશમાં આપાતકાલની જાહેરાત કરી હતી. હીરૂ ન્યૂઝ પ્રમાણે રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યુ કે શુક્રવારે અડધી રાતથી દેશમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવી છે. દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ઇમરજન્સી દરમિયાન પોલીસ અને સેના પાસે લોકોની ધરપકડ કરવા અને કસ્ટડીમાં લેવાનો અધિકાર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા
શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આર્થિક સંકટ માટે ઘણા લોકો રાજપક્ષે પરિવારને દોષી માને છે. આ કારણે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરતા લોકો રસ્તા પર ઉતર્યા અને આ દરમિયાન હિંસા થઈ હતી. તેને જોતા રાષ્ટ્રપતિ ગોટબાયાએ દેશમાં ઈમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી પદેથી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ દેશમાં સરકાર સમર્થક અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા તો 200થી વધુ લોકોને ઈજા થઈ હતી. 


આ પણ વાંચોઃ ટોપલેસ થઇને સેલેબ્સ વચ્ચે રેડ કાર્પેટ પર અચાનક દોડવા લાગી મહિલા, રૂવાંડા ઉભા થઇ જશે


આર્થિક સંકટથી પરેશાન લોકો
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી શ્રીલંકા આઝાદી બાદના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં વિદેશી મુદ્દામાં કમીને કારણે સંકટ ઉભુ થયું છે. સરકાર પાસે ખાદ્ય પદાર્થો અને ઈંધણ આયાત કરવા માટે પૈસા નથી. જેથી દેશમાં ભોજન, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુની કમી જોવા મળી રહી છે. શ્રીલંકામાં ફુગાવો 40 ટકા સુધી પહોંચવાનો છે. આ કારણે લોકોમાં સરકાર વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube