ન્યૂયોર્ક: અમેરિકામાં મેયો ક્લિનિકના એક મહામારી તજજ્ઞે દાવો કર્યો છે કે ચેપી વાયરસ (Infectious Virus) આગામી સદી સુધી રહેશે. મહામારી તજજ્ઞે આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે અનેક દેશોમાં કોવિડના કેસ ચરમસીમાએ છે અને કેટલાક તજજ્ઞો મહામારીના અંતની ભવિષ્યવાણી કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં ચિંતાજનક દાવો
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ મેયો ક્લિનિકના મહામારી વિશેષજ્ઞ વૈજ્ઞાનિક (Epidemiologist) અને વૈજ્ઞાનિક જર્નલ વેક્સીન (Scientific Journal Vaccine)ના ચીફ એડિટર ગ્રેગરી પોલેન્ડનું કહેવું છે કે વાયરસ આગામી સદી સુધી મનુષ્યનો પ્રભાવિત કરી શકે છે. એક બાજુ જ્યાં દુનિયાભારના અનેક વૈજ્ઞાનિકો કોવિડ મહામારી જલદી ખતમ થાય તેવી અટકળો કરી રહ્યા છે ત્યાં પોલેન્ડે મહામારી લાંબો સમય સુધી ચાલે તેવી ચેતવણી ઉચ્ચારી છે જે ચિંતાજનક છે. પોલેન્ડના હવાલે રિપોર્ટમાં કહેવાયું છે કે આપણે હજુ સુધી કોઈ એવા તબક્કામાં નથી જ્યાં આપણે તેની સ્થાનિકતા (Endemicity) ની ભવિષ્યવાણી કરી શકીએ. અમે હાલ તેને ખતમ થતી જોઈ રહ્યા નથી. 


PICS: સિંહ-સિંહણની આવી લડાઈ નહીં જોઈ હોય, ભૂલથી સિંહનો પ્રાઈવેટ પાર્ટ જ ચાવી ગઈ


અનિશ્ચિત કાળ સુધી ફેલાઈ શકે છે વાયરસ
પોલેન્ડે કહ્યું કે વાયરસે જાનવરોને સંક્રમિત કરવાની ક્ષમતા દેખાડી છે જેનો અર્થ એ થયો કે તે સંભવિત રીતે અનિશ્ચિત કાળ સુધી ફેલાઈ શકે છે. કારણ કે તે પ્રજાતિઓ (Species)માં ફેલાય છે અને મ્યૂટેન્ટ (Mutants) થતો રહે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તેમનું એવું પણ માનવું છે કે વાયરસ એટલા લાંબા સમય સુધી પ્રસારિત થશે કે લોકોને આગળ પણ પેઢી દર પેઢી કોવિડ શોટ્સ (Covid Shots)  પ્રાપ્ત થતા રહેશે. 


મહામારી વિશેષજ્ઞની ભવિષ્યવાણી
મહામારી વિશેષજ્ઞે કહ્યું કે મને એક ભવિષ્યવાણી કરવા દો જેનાથી તમારામાંથી કોઈના માટે પણ તે જોવું મુશ્કેલ હશે કારણ કે ત્યાં સુધી આપણા બધાના મૃત્યુ થઈ ચૂક્યા હશે. પરંતુ તમારા પ્રપૌત્ર ત્યારે પણ કોરોના વાયરસ વિરુદ્ધ રસી લઈ રહ્યા હશે. વિશેષજ્ઞે આગળ કહ્યું કે હું આમ કેવી રીતે કહી શકું છું? જો તમને ફ્લૂની રસી મળી છે તો તમને ઈન્ફ્લૂએન્ઝાના એક સ્ટ્રેન વિરુદ્ધ ઈમ્યુન કરાયા છે જે 1918માં જોવા મળ્યું હતું અને એક મહામારીનું કારણ બન્યું હતું. 


બિઝનેસ ટ્રીપ પર એક્સ ગર્લફ્રેન્ડ સાથે મજા કરતો હતો પતિ, એક નાનકડી વસ્તુએ ભાંડો ફોડ્યો


નવો કોવિડ સ્ટ્રેન બની શકે છે
પોલેન્ડના એ એક માત્ર તજજ્ઞ નથી જેમણે આ પ્રકારની ભવિષ્યવાણી કરી છે. અત્રે જણાવવાનું કે અમેરિકાના ટોચના ચેપી રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફૌસીએ ગત અઠવાડિયે ચેતવણી આપી હતી કે એક નવો કોવિડ સ્ટ્રેન બની શકે છે  જે મહામારીની સ્થિતિને નાટકિય રીતે બદલી નાખશે જેમ કે ઓમિક્રોન વેરિએન્ટે ડેલ્ટા બાદ કર્યું. ફૌસીએ દાવોસ એજન્ડા વર્ચ્યુઅલ ઈવેન્ટ દરમિયાન કહ્યું કે મને આશા છે કે કોવિડનું સ્થાનિક હોવું એક મામલો છે પરંતુ આ ત્યારે થશે જ્યારે આપણને એવા બીજા વેરિએન્ટ નહીં મળે જે પ્રથમ વેરિઅન્ટની રોગપ્રતિકારક પ્રતિક્રિયાને દૂર કરે. 


WHO ના ડાઈરેક્ટર જનરલે પણ આપી હતી ચેતવણી
વિશ્વ આરોગ્ય સંગઠન (World Health Organization) ના ડાઈરેક્ટર જનરલ (Director General) ટ્રેડોસ એડનોમ ઘેબ્રેયસસે પણ આ સપ્તાહે ચેતવણી આપી હતી કે એ માની લેવું જોખમી હશે કે ઓમિક્રોન એક એન્ડગેમ (કોરોનાનું સંપૂર્ણ રીતે ખતમ થઈ જવું) કોવિડ વેરિએન્ટ છે. 


(ઈનપુટ આઈએએનએસ)


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube