ધરતી પર જેટલા પણ દેશ છે તે દરેક દેશની પોતાની અલગ ખાસિયત છે. એવી જ રીતે એક દેશ અલગ છે. જ્યાં 1 વર્ષમાં 12 મહિના નહીં પરંતુ 13 મહિના હોય છે. એટલું જ નહીં આ દેશ આખી દુનિયાથી 7 વર્ષ પાછળ હોવાનું કહેવાય છે. જીં હા આ દેશનું નામ છે... ઇથિઑપિયા... 


મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયામાં એવી ઘણી સંસ્કૃતિ છે જે અલગ-અલગ કેલેન્ડરનો પ્રયોગ કરે છે. આ તમામ કેલેન્ડરમાં 12 મહિના છે પરંતુ ઇથિઑપિયામાં આજે પણ એ કેલેન્ડર ફૉલૉ કરવામાં આવે છે જે રૉમન ચર્ચ 525 એડીમાં અમેન્ડ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઇથિઑપિયામાં નવી સદીની શરૂઆત 11 સપ્ટેમ્બર 2007થી થઇ હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube