ઓસ્લો: આ વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી દેવાઈ છે. ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને 2019 માટેનો પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. તેમને તેમના શાંતિ પ્રયત્નો ખાસ કરીને પાડોશી ઈરિટ્રિયા સાથે સરહદ વિવાદનો ઉકેલ લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ આ પુરસ્કાર આપવામાં આવશે. તેમને ઈથોપિયાના નેલ્સન મંડેલા પણ કહેવાય છે. 43 વર્ષના અબી અહેમદ એપ્રિલ 2018માં ઈથોપિયાના વડાપ્રધાન બન્યાં હતાં. તેમણે તે સમયે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ ઈરિટ્રિયા સાથે શાંતિ વાર્તા બહાલ કરશે. તેમણે ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસેયસ અફવર્કી સાથે મળીને તરત આ દિશામાં પહેલ શરૂ કરી હતી. 
ગત વર્ષે જ ઈથોપિયા અને ઈરિટ્રિયાએ સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે શાંતિ સમજૂતિ કરી હતી. આ રીતે 20 વર્ષોથી બે દેશો વચ્ચે ચાલતા સૈન્ય તણાવનો ઉકેલ આવ્યો હતો. 1998થી 2000 દરમિયાન આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. અબી અહેમદ અલી શાંતિ માટે નોબેલ પુરસ્કાર મેળવનારા 100માં વ્યક્તિ/સંસ્થા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2019નું રસાયણ વિજ્ઞાનનું ( chemistry) નોબેલ પ્રાઇઝ (nobel prize) ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપથી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણ નામ છે જોન બી ગુડઇનફ, એમ સ્ટૈનલી વિટંગમ અને અકીરા યોશિનો. 97 વર્ષના જોન ગુડઇનફ અમેરિકી પ્રોફેસર છે અને આટલી ઉંમરમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. આ સિવાય વિટંગમ સ્ટૈનલી વિટંગમ ઇંગ્લિશ-અમેરિકન કેમિસ્ટ છે અને વર્તમાનમાં બિંગમ્ટન યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. અકારી યોશિનો જાપાની વૈજ્ઞાનિક છે. તે લીથિયમ આયન બેટરીના શોધકર્તા પણ છે. લીથિયમ આયન બેટરીનો ઉપયોગ મોબાઇલ ફોન અને નોટબુકમાં કરવામાં આવે છે. 



જ્યૂરીએ કહ્યું, 'આ હળવી, પુનઃ રિચાર્જ થઈ શકતી અને શક્તિશાળી બેટરિઓનો ઉપયોગ હવે મોબાઇલ ફોનથી લઈને લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં થાય છે. તેમાં સૌર અને પવન ઉર્જાની સારી માત્રા સંગ્રહિત કરી શકાય છે, જેથી પેટ્રોલ-ડીઝલ જેવા અશ્મિભૂત બળતણથી મુક્ત સમાજ તરફ આગળ વધવું સંભવ થશે.'


આ પહેલા ફિઝિક્સના નોબેલ પ્રાઇઝની જાહેરાત થઈ ચુકી છે. આ પુરસ્કાર પણ ત્રણ લોકોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં અમેરિકી વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ, સ્વિટ્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક માઇકલ મેયર અને ડિડિયર ક્લોવોજનું નામ સામેલ છે. જેમ્સને કોસ્મોલોજીના સિદ્ધાંતની શોધ માટે અને અન્ય બે વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર સૂરજ જેવા તારાના એક્ઝપ્લેલેટ ઓબ્રિટિંગ સંબંધિત શોધ માટે આપવામાં આવશે. 


જુઓ LIVE TV



ચિકિત્સાનું નોબેલ પુરસ્કાર પણ ત્રણ વ્યક્તિઓને આપવામાં આવશે. તેમાં વિલિયમ જી કોલિન, પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેન્જાનું નામ સામેલ છે. કોશિકાઓના ઓક્સીજનની ઉપલબ્ધતાનો આભાસ કરવા અને તેને અનુકૂળ બનાવવાનો શોધ માટે આ ત્રણેયને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.