ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેની મરિયમના સ્વદેશ પરત ફરવાની સાથે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અબુધાબીથી લાહોર એરપોર્ટ પર જેવા નવાઝ શરીફનુ પ્લેન લેન્ડ થયુ, તરત જ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનબીએ)ની ટીમે બંન્ને નેતાઓની ધરપકડ કરી લીધી. એરપોર્ટથી સીધા નવાઝ શરીફને જેલ શિફ્ટ કરવામાં આવી શકે છે. તેના માટે એનબીએએ બે સ્પેશ્યલ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ લાહોર પોલીસે 10 હજાર વધારે પોલીસ કર્મચારીઓને બોલાવાયા હતા. આથી બંન્ને નેતાઓને સુરક્ષીત જેલ સુધી પહોંચાડવામાં આવી શકે. બીજી તરફ મરિયમની ધરપકડ માટે મહિલા પોલીસને ફરજંદ કરવામાં આવી હતી. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર અપાયેલ એક વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે પ્લેનની અંદર પોલીસ કર્મચારીઓ નવાઝ અને મરિયમને પોતાની સીટ પરથી ઉઠવા અને પોતાની જાતને પોલીસને સોંપી દેવાની વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં સૌથી ખાસ બાબત છે કે મરિયમ કહી રહી છે કે અમે તો આવી ચુક્યા છીએ પરંતુ તમે મોડા પડ્યા. 



પ્લેનમાં પહેલાથી જ હાજર હતા સ્થાનિક મીડિયા કર્મચારી
એરપોર્ટ પર જે રીતે નવાઝનું પ્લેન લેન્ડ થયું પોલીસ તંત્રએ અંદર ઘુસીને પોતાની કાર્યવાહી કરી દીધી. આ દરમિયાન કેટલાક સ્થાનીક મીડિયાના લોકો પણ ત્યા હાજર હતા. પોતાની જાતને પોલીસને સુપુર્દ કરવા માટે નવાઝ શરીફ લંડનથી પાકિસ્તાન શા માટે આવ્યા તે અંગે મીડિયા તેમનો પક્ષ જાણવા માંગતી હતી. જો કે તેઓ સવાલથી બચતા જોવા મળ્યા હતા.