નવી દિલ્હી: કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડ લેનારા લોકો હવે યુરોપીયન દેશોની મુસાફરીએ જઈ શકશે. યુરોપીયન સંઘના સાત દેશો અને સ્વિટ્ઝરલેન્ડે ભારતની કોરોના રસી કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશોમાં મળી મંજૂરી
કોવિશીલ્ડને સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રિયા, જર્મની, સ્લોવેકિયા, ગ્રીસ, આઈસલેન્ડ આયરલેન્ડ, અને સ્પેનમાં પણ મંજૂરી મળી ચૂકી છે. અત્રે જણાવવાનું કે કોવિશીલ્ડ રસી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ વિક્સિત કરી છે. જેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે.  


ભારતે કર્યું હતું દબાણ!
આ અગાઉ એવા સમાચાર હતા કે ભારતે યુરોપીયન દેશોને સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી લેનારા બાદ મળેલા સર્ટિફિકેટને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી ભારત પણ ઈયુના ડિજિટલ કોવિડ સર્ટિફિકેટને માનશે નહીં. ભારતે ઈયુના 27 સભ્ય દેશોને કહ્યું હતું કે કોવિશીલ્ડ તથા કોવેક્સીન રસી લગાવી ચૂકેલા ભારતીયોના યુરોપના પ્રવાસની મંજૂરી આપવા પર તેઓ અલગ અલગ વિચાર કરે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube