સાયબર હુમલાથી જોડાયા ચીન ગુપ્તચર એજન્સીના તાર, પ્રથમ વખત EUએ મૂક્યો પ્રતિબંધ
યુરોપિયન યુનિયને પ્રથમ વખત સાયબર હુમલા મામલે ચીન નાગરિકો અને એક ચીનની કંપની પર કડક કાર્યવાહી કરી છે. તેમાં ના માત્ર બે ચીની નાગરિકો પરંતુ એખ ચીનની કંપનીને પણ પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત લગભગ 6 અન્ય લોકો અને ત્રણ અન્ય કંપનીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
નવી દિલ્હી: યુરોપિયન યુનિયને પ્રથમ વખત સાયબર હુમલા મામલે ચીન નાગરિકો અને એક ચીનની કંપની પર કડક કાર્યવાહી કરી છે. તેમાં ના માત્ર બે ચીની નાગરિકો પરંતુ એખ ચીનની કંપનીને પણ પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત લગભગ 6 અન્ય લોકો અને ત્રણ અન્ય કંપનીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- મોટો ઝટકો! ટ્રમ્પ પ્રશાસને ફેડરલ સર્વિસમાં H1-B વિઝાધારકોની નિયુક્તિ પર મૂક્યો પ્રતિબંધ
યુરોપિયન યુનિયન તરફથી પ્રતિબંધ કરવામાં આવેલા ચીનના નાગરિકોના નામ ગાઓ કિયાંગ, શિલાંગ ઝેંગ છે અને કંપનીનું નામ તિયાન્જિન હુઆયિંગ હૈતાઈ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેવલપમેન્ટ છે. આ ચીનની તિયાન્જિન પ્રાંતથી તેમનું ઓપરેશન ચલાવે છે. તેમના પર યુરોપિયન યુનિયન તરફથી ના માત્ર યાત્રા પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ યુરોપિયન યુનિયનની કોઇપણ વ્યક્તિ આ સંસ્થાની સાથે સંબંધ રાખવાથી રોકવામાં આવ્યા છે. એટલું જ નહીં તેમની સંપત્તીને પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:- ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને આપી અત્યાર સુધીની સૌથી મોટી ચેતવણી, કહ્યું- 15 સપ્ટેમ્બર પહેલા...
મળતી માહિતી મુજબ આ લોકો ઓપરેશન ક્લોઉડ હોપ્પરથી સંબંધિત છે. જેમાં દુનિયાના તમામ 6 મહાદ્વીપો પર સાઇબર અટેક કરવામાં આવ્યો. તેના અંતર્ગત યુરોપિયન યુનિયનમાં સ્થિત કંપનીઓ પર પણ સાઇબર અટેક થયા. આ સાયબર અટેકના માધ્યમથી કંપનીઓની સંવેદનશીલ જાણકારી ચોરી કરવામાં આવી જેનાથી ઘણું આર્થિક નુકાસન થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube