નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાને દુનિયાભરમાં આઆ મામલે આંતરરાષ્ટ્રીય સમર્થન હાસલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પાકિસ્તાન દરેક જગ્યાએથી નિરાશા જ હાથ લાગી છે. આ બધા વચ્ચે યુરોપિયન સંઘે પણ કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે. યુરોપિયન સંસદ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન એક સંદિગ્ધ દેશ છે અને કાશ્મીર દ્વિપક્ષીય મામલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતીય સેનાના અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી પાકિસ્તાન ચલાવી રહ્યું છે પ્રોપગેન્ડા


યુરોપિયન સંઘના નેતા રિઝાર્ડ જારનેકીએ કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. આપણે ભારત અને જમ્મુ કાશ્મીરમાં થતી આતંકવાદી ઘટનાઓની તરફ જોવું જોઇએ. રિઝાર્ડે જાનકોરીએ પાકિસ્તાનને કઠેડામાં ઉભા કરતા કહ્યું કે, તે આતંકવાદી ચંદ્રથી ધરતી પર નથી આવતા. આતંકવાદી પાડોસી દેશમાંથી ભારત આવે છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે ભારતનો સાથે આપીશું.


આ પણ વાંચો:- અયોધ્યા: મધ્યસ્થા અને સુનાવણીની પ્રક્રિયા એક સાથે થશે, 18 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ


આ સાથે જ યુરોપિયન સંઘના અન્ય એક નેતા ફુલ્વિયો માર્તુસાઇલ્લોએ કહ્યું કે, પાકિસ્તાને ભારતની સામે પરમાણુનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાન એક એવી જગ્યા છે. જ્યાં આતંકવાદી યુરોપમાં આતંકી હુમલાને અંજામ આપવાની યોજના બનાવે છે.


આ પણ વાંચો:- અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે


ઉલ્લેખનીય છે કે, કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ પેદા થઇ ગયો છે. પાકિસ્તાન અકળાઇ ગયું છે અને સતત બોર્ડ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સાથે જ પાકિસ્તાને ભારતની સાથે વ્યાપારિક સંબંધ પણ તોડી દીધા છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...