કેલિફોર્નિયાઃ આજના સમયમાં બાઇક અને કાર ખુબ સામાન્ય થઈ ગઈ છે. લગભગ દરેકની પાસે પોતાનું ખુદનું કોઈને કોઈ વાહન જરૂર હોય છે. લોકો પોતાના આ વાહનને ઘરના પાર્કિંગ કે નજીકના પાર્કિંગમાં પાર્ક કરે છે. પરંતુ શું તમે એવા કોઈ શહેરમાં ગયા છો જ્યાં લોકોના ઘરની બહાર તમને કોઈ કાર કે બાઈક નહીં પરંતુ માત્ર હવાઈ જહાજ પાર્ક કરેલા જોવા મળે. ચોંકવાની જરૂર નથી, આવું એક શહેર છે. આવો તમને તેના વિશે જણાવીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં આવેલું છે આ શહેર?
કેલિફોર્નિયામાં એક શહેર છે જ્યાં તમને દરેક ઘરની બહાર કાર કે બાઇકની જગ્યાએ ફ્લાઇટ પાર્ક થયેલી જોવા મળશે. આ શહેરનું નામ કેમરૂન એર પાર્ક છે. અહીં તમને દરેક ઘરમાં વિમાન જોવા મળશે. તમને તમને જણાવીએ આ શું કામ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિએ જણાવ્યું કે આવું એટલા માટે કારણ કે અહીં બધા નિવૃત્ત પાયલટ ચે. જો કોઈએ બહાર જવાનું હોય તો ખુદનું એરક્રાફ્ટ લઈને જાય છે. અહીં પર બનેલા રસ્તા રનવે જેટલા પહોળા હોય છે. કેમરૂન એર પાર્ક વર્ષ 1963માં બન્યું હતું અને અહીં કુલ 124 ઘર છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Fact Byte (@facttbyte)


અહીં જુઓ વાયરલ વીડિયો
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર facttbyte નામના પેજથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી લાખો લોકો તેને જોઈ ચુક્યા છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.