કાહિરાઃ ઈજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીનું કોર્ટની સુનાવણી દરમિયાન અચાનક નિધન થઈ જતાં દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. દેશની સરકારી ટીવી ચેનલે આ જાહેરાત કરી હતી. સરકારી ટીવીએ જણાવ્યું કે, 67 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ જાસુસીના આરાપોમાં કોર્ટની સુનાવણીમાં ભાગ લઈ રહ્યા હતા. એ દરમિયાન તેઓ અચાનક જ બેભાન થઈને પડી ગયા અને તેમનું કોર્ટના કઠેડામાં જ નિધન થઈ ગયું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહમ્મદ મુર્સી 2012માં યોજાયેલી ચૂંટણીમાં દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. દેશમાં લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે રહેલા હુસ્ની મુબારકને પદ પરથી દૂર ખસેડ્યા બાદ દેશમાં લોકશાહી ઢબે આ ચૂંટણી યોજાઈ હતી. મુર્સી દેશના તત્કાલિન ઈસ્લામી જૂથ 'મુસ્લિમ બ્રધરહૂડ' સાથે સંકળાયેલા હતા, જેને અત્યારે દેશમાં ગેરકાયદે જાહેર કરીને પ્રતિબંધિત કરી દેવાયું છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...


મુસ્લિમ બ્રધરહૂડ દ્વારા લાંબુ આંદોલન ચલાવાયા પછી મુર્સી દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. જોકે, તેઓ લાંબો સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહી શક્યા નહીં. રાષ્ટ્રપતિ બન્યાના માત્ર એક વર્ષના અંદર જ વર્ષ 2013માં દેશમાં મોટા પ્રમાણમાં થયેલા વિરોધ પ્રદર્શન પછી સેનાએ મુર્સીનો તખ્તાપલટ કર્યો હતો. સાથે જ સેનાએ મુસ્લિમ બ્રધરહૂડને પણ કચડી નાખ્યું હતું. સેનાએ મુર્સી સહિત આ જૂથના અનેક નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...