લાહોર : પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત અદિયાલા જેલમાં બંધ પૂર્વ મુખ્યમંત્રી નવાઝ શરીફ, દીકરી મરિયમ અને જમાઇ કેપ્ટન (નિવૃત) મોહમ્મદ સફદરને બેગમ કુલસુમ નવાઝના અંતિમ સંસ્કારમાં શામેલ થવા માટે 12 કલાકના પેરોલ મળ્યા પછી ત્રણેય બુધવારે સવારે લાહોર પહોંચ્યા હતા. શરીફની પત્ની કુલસુમનું 68 વર્ષની વયે મંગળવારે લંડનમાં નિધન થઈ ગયું હતું અને તે કેન્સર પીડિત હતા. તેમનું પાર્થિવ શરીર અહીં લાવવામાં આવ્યું છે અને એને શરીફ પરિવારના નિવાસ જાટી ઉમરામાં દફનાવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 12 કલાકના પેરોલને મંજૂરી મળ્યા પછી નવાઝ શરીફ અને અન્ય બે લોકોને બુધવારે સવારે રાવલપિંડીના નૂર ખાન એરપોર્ટથી ખાસ વિમાનથી જાટી ઉમરા લઈ જવામાં આવ્યા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવક્તા મરિયમ ઓરંગઝેબે કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ શહબાઝ શરીફે પંજાબ સરકાર પાસે એક અરજી દાખલ કરીને પોતાના મોટાભાઈ નવાઝ શરીફ, ભત્રીજી મરિયમ અને સફદરને પાંચ દિવસના પેરોલ આપવાનો આગ્રહ કર્યો હતો જેથી તેઓ બેગમ કુલસુમ નવાઝના અંતિમ સંસ્કારમાં શામેલ થઈ શકે. જોકે, પંજાબ સરકારે શહબાઝના પાંચ દિવસના પેરોલના આગ્રહને ઠુકરાવી દીધો હતો. 


મળતી માહિતી પ્રમાણે નવાઝ શરીફના બંને દીકરાઓ હસન અને હુસૈન અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે કારણ કે તેમને વિદેશી સંપત્તિ સાથે જોડાયેલા એક મામલામાં ફરાર જાહેર કરવામાં આવ્યા છે. 


વિદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...