કાહિરાઃ મિસ્ત્રના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું કાહિરાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના પરિવારજનોએ આ વાતની જાણકારી આપી છે. મુબારક 91 વર્ષના હતા. સેના તરફથી 2011માં સત્તામાંથી હટાવ્યા પહેલા હોસ્ની મુબારક ત્રણ દાયકા સુધી દેશના સર્વોચ્ચ પદ પર રહ્યાં હતા. તેમણે દેશમાં 18 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ 11 ફેબ્રુઆરી, 2011ના રાજીનામું આપવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

91 વર્ષની ઉંમરમાં હોસ્ની મુબારકનું નિધન
હોસ્ની મુબારકના નિધનની જાણકારી દેશની સરકારી ટીવીએ આપી છે. મુબારક વિશે જણાવવામાં આવ્યું કે, લગભગ ત્રણ દાયકા સુધી શાસન કરનાર હોસ્ની મુબારકને આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓની હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમની સજાને માફ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ 2017માં તેમને જેલમાંથી છોડી દેવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર


જુઓ LIVE TV