નવી દિલ્હી: કુલભૂષણ જાધવની જેલ મુક્તિ સંબંધમાં બુધવાર સાંજે ઇન્ટરનેશનલ કોર્ટ (ICJ)નો ચુકાદો આવશે. આ કેસમાં વિશે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે, જાધવને ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકી સંગઠને અપહણર કર્યું હતું અને ત્યારબાદ તેને પાકિસ્તાનમાં લઇ જઈ ગુપ્ત એજન્સી આઇએસઆઇને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇએસઆઇએ જૈશ-અલ-અલદ સંગઠનનો ઉપયોગ કુલભૂષણને પકડવા માટે કર્યો હતો. ભારતીય એજન્સીઓ પાસે આ મામલે પુરતા પુરાવા છે કે, કઇ રીતે પાક. એજન્સિઓએ જાધવને જાસૂસીના ખોટા કેસમાં ફસાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- પાક. જેલમાંથી મુક્ત થશે કુલભૂષણ જાધવ? આજે ICJ આપશે ચુકાદો


પાકિસ્તાન અને ઈરાનના બોર્ડર વિસ્તારને અસ્થિર ક્ષેત્ર ગણવામાં આવે છે. પાકિસ્તાન જૈશ-અલ-અદલ સંગઠનનો ઉપયોગ ઈરાનની સામે પણ કરે છે. ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બોર્ડર વિસ્તારમાં થતી આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનનું સમર્થન માનવામાં આવી છે. હાલમાં અમેરિકાએ જૈશ-અલ-અદલ સંગઠનને ઈરાનના આતંકી સંગઠન જુનદુલ્લાહથી સંબંધ જાહેર કર્યો છે. જુનદુલ્લાહને અમેરિકાએ વૈશ્વિક આતંકી સંગઠન તરીકે જાહેર કર્યું છે.


જુઓ Live TV:- 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...