લંડન: બ્રિટનની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ જબરદસ્ત કમાલ કરી નાખ્યો છે. એક ક્લિનિકલ ટ્રાયલ બાદ ભારતીય મૂળની 51 વર્ષની મહિલામાં સ્તન કેન્સર હોવાના કોઈ જ પુરાવા જોવા મળ્યા નહીં. મહિલાને થોડા વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું કે તે ગણતરીના મહિનાની મહેમાન છે. માનચેસ્ટરના ફેલોફીલ્ડની જાસમિન ડેવિડ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં સફળ પરીક્ષણ બાદ હવે સપ્ટેમ્બરમાં તેના લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવા માટે મહિલા ખુબ ઉત્સાહિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્સરની આ દવા વિશે જાણો
માનચેસ્ટર ક્લિનિકલ રિસર્ચ ફેસિલિટી (સીઆરએફ)માં બે વર્ષ સુધી ડેવિડ પર કરાયેલા પરીક્ષણ દરમિયાન તેમને એટેજોલિજુમેબ સાથે એક દવા આપવામાં આવી જે એક ઈમ્યુનોથેરેપી ઔષધિ છે. આ દવા અંત:શિરા દ્વારા અપાય છે. જાસમિન ડેવિડે જણાવ્યું કે મને કેન્સરની સારવાર કરાયે 15 મહિના વીતી ગયા હતા અને તે તેને લગભગ ભૂલી ચૂકી હતી, પરંતુ તે પાછું આવી ગયું. 


તેમણે કહ્યું કે જ્યારે મને પરીક્ષણ માટે કહેવામાં આવ્યું ત્યારે મને ખબર નહતી કે તે મારા કામ આવશે પરંતુ મેં વિચાર્યું કે ઓછામાં ઓછું મારા શરીરનો ઉપયોગ કરીને બીજાની મદદ અને આગામી પેઢી માટે કઈક કરી શકું છું. શરૂઆતમાં મને માથાનો દુ:ખાવો અને ખુબ તાવ સહિત અનેક સમસ્યાઓ જોવા મળી. પણ પછી મને સારવારથી ફાયદો થતો જોવા મળ્યો. 


તેમણે જણાવ્યું કે તેમને નવેમ્બર 2017માં સ્તન કેન્સરની બીમારી વિશે ખબર પડી હતી. છ મહિના સુધી તેમની કિમોથેરેપી કરવામાં આવી અને એપ્રિલ 2018માં માસ્ટેકટોમી કરાઈ. ત્યારબાદ 15 રેડિયોથેરેપી કરાઈ અને પછી કેન્સર ખતમ થઈ ગયું. પરંતુ ઓક્ટોબર 2019માં કેન્સર પાછું આવી ગયું અને તેનાથી તે ખુબ પરેશાન થઈ. આ દરમિયાન તેમને કહેવામાં આવ્યું કે તેમની પાસે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. બે મહિના બાદ કોઈ વિકલ્પ બચ્યો નહીં ત્યારે તેમને ક્લિનિકલ પરીક્ષણમાં સામેલ થવા અંગે અનુસંધાનનો ભાગ બનવાની રજૂઆત કરાઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube